Tue Aug 25 2026

Logo

વાનખેડેમાં મુંબઈ સામે પંજાબે ફીલ્ડિંગ પસંદ કરીઃ રોહિત નહીં રમે, રાવતનું ડેબ્યૂ

2026-04-16 19:32:47
Author: Ajay Motiwala
વાનખેડેમાં મુંબઈ સામે પંજાબે ફીલ્ડિંગ પસંદ કરીઃ રોહિત નહીં રમે, રાવતનું ડેબ્યૂ

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ઍન્કર રવિ શાસ્ત્રીના સંચાલનમાં ટૉસની વિધિ યોજાઈ હતી અને મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ (Mumbai)ના સુકાની હાર્દિક પંડ્યાએ સિક્કો ઉછાળ્યો હતો, શ્રેયસે (Shreyas) ટેઇલ્સનો કૉલ આપ્યો હતો અને તેનો કૉલ સાચો પડતાં તેણે ફીલ્ડિંગ લીધી હતી. 

રોહિત શર્મા (Rohit Sharma) નથી રમવાનો. તેને સાથળમાં હજી પણ ઘણો દુખાવો છે. તેણે કહ્યું છે કે તે એકાદ-બે મૅચના આરામ દરમ્યાન ઈજા ઓછી થાય એવી આશા રાખે છે. સ્પિનર મિચલ સૅન્ટનરની તબિયત સારી નથી. મુંબઈની ટીમમાં આ બન્ને દિગ્ગજોના સ્થાને અનુક્રમે ક્વિન્ટન ડિકૉક અને મયંક રાવતનો સમાવેશ કરાયો છે. મયંક રાવત ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. તે સ્પિન ઑલરાઉન્ડર છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે 11 ટી-20 મૅચમાં કુલ 114 રન કર્યા છે અને પાંચ વિકેટ લીધી છે.

પંજાબ કિંગ્સે પાછલી મૅચની જ ટીમ જાળવી રાખી છે. પંજાબ આ વખતે અપરાજિત રહેલી એકમાત્ર ટીમ છે.

બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રાયન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, શેરફેન રુધરફર્ડ, નમન ધીર, મયંક રાવત, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર અને જસપ્રીત બુમરાહ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ એ. એમ. ગઝનફર, કૉર્બિન બૉશ્ચ, રાજ બાવા, રૉબિન મિન્ઝ, અશ્વિની કુમાર.

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (કૅપ્ટન), કૂપર કૉનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યેનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ નેહલ વઢેરા, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, સુયાંશ શેડગે, યશ ઠાકુર.