Thu Jun 18 2026

Logo

'વોરઝોન'માંથી ભારતીય કમાન્ડોએ કઈ રીતે શિવાલિક અને નંદાદેવી લઈ આવ્યા, જાણો સરકારે શું કહ્યું?

2026-03-18 18:14:19
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ ભારતીયોએ સાબિત કરી દીધું કે ગમે તેવી સ્થિતિમાં દેશના લોકો માટે પોતાની ફરજ ભૂલતા નથી. મહાસાગરોની મુસાફરી કરનારા વેપારી નૌકાદળના કમાન્ડર સુખમીત સિંહ અને ધીરજ કુમાર અગ્રવાલ પણ આવા જે બે નામ છે, જેમણે દેશને ખૂબ જ મદદરૂપ થયાં છે. આ બંને કમાન્ડરોની અસલી કસોટી હોર્મુઝ દરિયાઈ માર્ગ પર થઈ હતી. આમ તો હોર્મુઝ તેલ-ગેસ વેપારનો શાંત માર્ગ છે, પરંતુ અત્યારે યુદ્ધના માહોલ વચ્ચે આ માર્ગેથી પસાર થવું જોખમી હતી. તેમ છતાં બંને કમાન્ડરોએ યુદ્ધગ્રસ્ત માર્ગથી બે વિશાળ ભારતીય LPG ગેસ ટેન્કરને સુરક્ષિત ભારત લાવવવા માટે કટિબદ્ધતા દેખાડી છે. 

92,000 ટનથી વધુ LPG ભારતના બંદરે પહોંચ્યો

સુખમીત સિંહના કેપ્ટનશિપવાળા 'શિવાલિક' જહાજે સોમવારે ગુજરાતના મુંદ્રા બંદર પહોંચ્યું, જ્યારે ધીરજ કુમાર અગ્રવાલના 'નંદા દેવી' જહાજે મંગળવારે બપોરે કંડલાના વાડીનાર પોર્ટ પહોંચાડવામાં આવ્યું હતું. મોટા પાયાના સૈન્ય હુમલાઓને કારણે હોર્મુઝના પશ્ચિમમાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી ફસાયા પછી તેઓએ કઠિન યાત્રા પૂરી કરી અને ભારત પહોંચ્યાં છે. 27 નાવિકવાળા 'શિવાલિક' અને 30 નાવિકવાળા 'નંદા દેવી'એ 92,000 ટનથી વધુ LPG લઈને ભારતીય બંદરો પર પહોંચ્યા છે. 

સુરક્ષિત સ્ટોક ભારત પહોંચાડવાની મોટી દેશસેવા

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે સાહસી ક્રૂ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરતા કહ્યું કે, સમુદ્રી યાત્રીઓ વૈશ્વિક વેપારના ગુમનામ હીરો છે. ઘર-પરિવારથી દૂર, તમે જરૂરી માલને ગંતવ્ય સુધી સુરક્ષિત પહોંચાડ્યો તે એક મોટી દેશસેવા છે. પડકારજનક પરિસ્થિતિઓમાં પણ તેમણે અસાધારણ શાંતિ, સાવચેતી અને વ્યાવસાયિકતા દર્શાવી છે. આ સાથે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજય કુમારે કહ્યું કે, વિશ્વના મહત્વનો સમુદ્રી માર્ગ પર હુમલાઓથી વ્યવહાર ઠપ્પ થયો હતો, પણ નાવિકોએ કર્તવ્ય નિભાવ્યું છે.

બંને કેપ્ટનોએ દેશ માટે મોટું કામ કરી બતાવ્યું

સુખમીત સિંહ પંજાબના આદમપુરના રહેવાસી છે. યુદ્ધની સ્થિતિના કારણે સુખમીત સિંહના પરિવારે ડ્યુટી છોડવાની સલાહ આપી હતી, પરંતુ સુખમીત સિંહે કહ્યું કે, તેઓ કામ પૂર્ણ કરતા બાદ જ ઘરે પાછા આવશે. કારણ કે આ જહાજને ભારત પહોંચાડવું તેમની જવાબદારી હતી. આ સાથે ઓડિશાના બાલાંગીર જિલ્લાના કાંટાબાંજીના રહેવાસી ધીરજ કુમાર અગ્રવાલની વાત કરવામાં આવે તો તેઓ  'નંદા દેવી' નામના જહાજના કેપ્ટન છે. જ્યારે તેઓ જહાજને હોર્મુઝ પાર કરીને ભારત તરફ આવ્યાં ત્યારે તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.