Wed Sep 09 2026

Logo

રાજકોટમાં મુસ્લિમ INSTA ફ્રેન્ડે હિંદુ યુવતીને હોટલમાં લઈ જઈ રેપ કર્યો, 4 યુવતી પર રેપનો આક્ષેપ

2026-06-18 10:37:00
Author: Mayur Patel
રાજકોટમાં મુસ્લિમ INSTA ફ્રેન્ડે હિંદુ યુવતીને હોટલમાં લઈ જઈ રેપ કર્યો, 4 યુવતી પર રેપનો આક્ષેપ

રાજકોટઃ રાજકોટ ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. મુસ્લિમ INSTA ફ્રેન્ડે હિંદુ યુવતીને હોટલમાં લઈ જઈ રેપ કર્યો હતો. જેના ત્રાસથી કંટાળીને યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. ઉપરાંત અન્ય 4 યુવતીઓ પર રેપનો આક્ષેપ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, આરોપી અફઝલ સીદા સાથે હિંદુ યુવતી એક વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી. છેલ્લા છ મહિનાથી અફઝલ અને તેની સાગરીત અનીશા નામની યુવતી સતત પરિણીતા પર ધર્મ પરિવર્તન કરવા અને તેના લગ્ન તોડી નાખવા માટે દબાણ કરી રહ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો હતો. જેના કારણે જીવન ટૂંકવવાનો પ્રયાસ કર્યો હતો.

હિંદુ યુવતીના જણાવ્યા અનુસાર, અફઝલે તેની સાચી ઓળખ છુપાવી હતી. તેણે જીદ્દી બોય નામ રાખ્યું હતું. બે મહિના પછી તેને સાચા નામની ખબર પડી હતી. મોરબીની અનિશા નામની યુવતીએ અફઝલ સાથે સંપર્ક કરાવ્યો હતો. છેલ્લા છ મહિનાથી અફઝલ અને તેની સાગરીત અનીશા નામની મહિલા સતત પરિણીતા પર તેનું લગ્ન તોડી નાખવા અને મુસ્લિમ ધર્મ અપનાવવા  માટે દબાણ કરી રહ્યા હતા. 

અનીશા નામની મહિલા પરિણીતાને મોરબી ખાતે ઉર્સમાં અને ત્યારબાદ કામનશાપીર દરગાહ પર લઈ ગઈ હતી, જ્યાં તેને કાળો દોરો બાંધીને કંઈક પાણી પીવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અનીશા પીડિતાને ગોંડલ રોડ પર આવેલી એક હોટલમાં માત્ર બેસવાનું કહીને લઈ ગઈ હતી. ત્યાં અફઝલ સિદા પહેલાથી જ હાજર હતો અને તેને તેની સાથે રૂમમાં મોકલી હતી. જ્યાં અફઝલે રેપ કર્યો હતો.

આ ઉપરાંત હિંદુ યુવતીને આરોપી આ પહેલા પણ અન્ય ચાર છોકરીઓ સાથે આવું કૃત્ય કરી ચૂક્યો હોવાની જાણ થઈ ત્યારે તેણે અફઝલ સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. આથી ગુસ્સે ભરાયેલા અફઝલે હિંદુ યુવતીના ખાનગી ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને સોશિયલ મીડિયા પર લાઈવ થઈને તેને પોતાનો ધર્મ અપનાવી ઘરે આવી જવા દબાણ કરતો હતો. જેનાથી કંટાળીને હિંદુ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.