Mon Oct 05 2026

Logo

ભારતે ફીલ્ડિંગ લીધી: વેસ્ટ ઇન્ડીઝે આક્રમક શરૂઆત બાદ પાંચમી ઓવરમાં વિકેટ ગુમાવી

2026-09-30 14:43:00
Author: Ajay Motiwala
ભારતે ફીલ્ડિંગ લીધી: વેસ્ટ ઇન્ડીઝે આક્રમક શરૂઆત બાદ પાંચમી ઓવરમાં વિકેટ ગુમાવી

પેસ બોલર આકિબ નબીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ

ગુવાહાટી:
ભારત (India)ના કેપ્ટન શુભમન ગિલે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વન-ડેમાં ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ લીધી ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝના ઓપનરોએ આક્રમક શરૂઆત કરી હતી. જમ્મુ કાશ્મીરના પેસ બોલર આકિબ નબીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ થઈ છે. વાઇસ કેપ્ટન કે. એલ. રાહુલના શુભહસ્તે તેને વન-ડે (ODI) કૅપ મળી હતી.

કૅરિબિયન ઓપનર્સે પહેલી ચાર ઓવરમાં વિના વિકેટે 8.25ના રન રેટથી 33 રન બનાવ્યા હતા.

જોકે પાંચમી ઓવર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ કરી હતી જેમાં છેલ્લા બૉલમાં ઓપનર કીસી કાર્ટી નવ રનના પોતાના સ્કોર પર નમન ધીરના હાથમાં કૅચઆઉટ થયો હતો.

સાતમી ઓવરને અંતે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર એક વિકેટે 70 રન હતો. આક્રમક ઓપનર કેમ્પબેલ 45 રન પર રમી રહ્યો હતો.

બન્ને દેશની પ્લેઇંગ ઇલેવન

ભારત: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નમન ધીર, રવીન્દ્ર જાડેજા, આકિબ નબી, ગુરનૂર બ્રાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

વેસ્ટ ઇન્ડિઝ: શાઈ હોપ (વિકેટકીપર/કૅપ્ટન), જૉન કેમ્પબેલ, કીસી કાર્ટી,  આમિર જાંગુ, શેરફેન રધરફર્ડ, રૉસ્ટન ચેઝ, કીમો પૉલ, અલ્ઝારી જૉસેફ, શામર જોસેફ, જેડન સીલ્ઝ, વિટેલ લૉવ્ઝ.