Thu Sep 03 2026

Logo

અમદાવાદમાં CA દંપતિએ સગાને જ 10 કરોડમાં નવડાવી દીધા, કઈ રીતે ઉતાર્યા બાટલામાં ?

2026-06-18 10:15:00
Author: Vimal Prajapati
અમદાવાદમાં CA દંપતિએ સગાને જ 10 કરોડમાં નવડાવી દીધા, કઈ રીતે ઉતાર્યા બાટલામાં ?

અમદાવાદઃ શહેરમાં એક સીએ દંપતિએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દંપતીએ પોતાના જ સગા સંબંધીઓ સાથે જ 10 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલો પોલીસ ફરિયાદ નોંધાઈએ એટલે કાર્યવાહી કરતા પોલીસે આ દંપતિની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યાં બાદ 21 જૂન સુધીના રિમાન્ડ લેવામાં આવ્યાં છે. આ દરમિયાન પોલીસ દ્વારા દંપતી સાથે પૂછપરછ કરવામાં આવશે. ચાલો જાણીએ સમગ્ર મામલો..

સગા સંબંધીઓ સાથે જ 10 કરોડ રૂપિયાની છેતરપિંડી

વિગતો વાત કરવામાં આવે તો, ગોતા વિસ્તારમાં રહેતા કૌશલભાઈ નાયકે આ મામલો પોલીસ ફરિયાદ નોંધાવી છે. કૌશક નાયકની બહેનના દીકરી જ્વલિત અને તેની પતિની બોસકીએ તેમની સાથે છેતરપિંડી આચરી છે. જે મામલે તેમણે ફરિયાદ નોંધાવી એટલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જ્વલિત અને તેની પત્ની બોસકી બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. કૌશકભાઈ અને તેમના આખા પરિવારના સભ્યોના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈનું કામ આ દંપતી સંભાળતા હતા. જે દરમિયાન આ છેતરપિંડી આચરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

દંપતીએ સગા મામા પાસેથી પણ  5.91 કરોડ રૂપિયા પડાવ્યાં

જ્વલિત અને બોસકીએ શેર બજારમાં રોકાણ કરી વધુ રૂપિયા કમાવવાની લાલચ આપીને કૌશલભાઈ પાસેથી 5.91 કરોડ રૂપિયા અને તેનામાં સગાં સંબંધીઓ પાસેથી 4.44 કરોડ રૂપિયા તેમના  પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં. આ રૂપિયાનું દંપનીએ અલગ અલગ જગ્યાં રોકાણ કરી લીધું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કૌશલ ભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ છે તેવો ખ્યાલ આવ્યો ત્યારે સત્વરે પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદ થતા પોલીસે જ્વલિત અને બોસકીની ધરપકડ કરીને 21 જૂન સુધીના રિમાન્ડ મેળવી લીધા છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે, આ દંપનીએ છેતરપિંડીના રૂપિયાનું ક્યાં રોકાણ કર્યું છે? આરોપી દંપતીની અમદાવાદ અને ગાંધીનગરમાં એક એક ઓફિસ આવેલી હોવાનું જાણવા મળ્યું છે. કૌશલ ભાઈ સિવાય અન્ય કોઈ સાથે આ દંપતીએ છેતરપિંડી કરી છે કે કેમ? તે અંગે પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા તપાસ કરી રહી છે.