Sun Sep 13 2026

Logo

લંડનમાં પીએમ મોદી વિશે અપશબ્દો બોલનાર યુવતી કોણ છે? કોંગ્રેસ સાથે નીકળ્યું કનેક્શન

2026-08-09 08:34:00
Author: Vimal Prajapati
લંડનમાં પીએમ મોદી વિશે અપશબ્દો બોલનાર યુવતી કોણ છે? કોંગ્રેસ સાથે નીકળ્યું કનેક્શન

રાજકોટઃ દિલ્હીમાં જંતર મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનના પડઘા ભારત સાથે વિદેશમાં પણ પડ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી પીએમ મોદી વિશે અપશબ્દો બોલતી જોવા મળે છે. આ વીડિયો લંડનને હોવાનો પણ અનેક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ યુવતીનો વીડિયો 26 જુલાઈ, 2026નો રોજ લંડનમાં યોજાયેલા એક કાર્યક્રમનો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે યુવતીને ટ્રોલ કરવામા આવી રહી છે. ચાલો જાણીએ કોણ છે આ યુવતી....

મયુરી પુરોહિતે લંડનમાં પીએમ મોદીએ શું કહ્યું હતું?

સોશિયલ મીડિયામાં આ યુવતીને કોઈ પાકિસ્તાની કહી રહ્યું છે તો કોઈ લંડનમાં પાકિસ્તાન માટે કામ કરતી હોવાનું કહી રહી છે. હવે આ યુવતીએ એક બીજો વીડિયો વાયરલ કરીને પોતાનો ખુલાસો આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આ યુવતીનું નામ મયુરી પુરોહિત છે. રાજકોટમાં રહેતી આ યુવતી બિઝનેસ વુમન છે. તેની સાથે સાથે મયુરી પુરોહિત કોંગ્રેસની કાર્યકર્તા પણ છે. કોંગ્રેસના અનેક કાર્યક્રમોમાં તેની હાજરી અચૂક હોય છે. કોંગ્રેસ મહિલા સંમેલનની સભામાં પણ આ યુવતી હાજર રહેતી હોય છે. 

https://x.com/kajal_jaihind/status/2085698768411021558?s=20

કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપી

કોંગ્રેસની કાર્યકર્તા અને  NSUIની એક્ટિવિટીમાં ભાગ લેતી મયુરી પુરોહિતે લંડનમાં જાહેર કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને અપશબ્દો કહ્યાં હતા. એટલું જ નહીં પરંતુ પીએમ મોદી અને ઈટાલીના વડાપ્રધાન મેલોની વિશે પણ વિવાદાસ્પદ વાતો કરી હતી. હવે તે યુવતી પોતાનો ખુલાસો આપી રહી છે, તેનું કહેવું છે કે, તેને કોઈ પણ વાત ખોટી નથી કહી! તેને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે, જેમાં જરૂર પડશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરશે.