Wed Aug 19 2026

Logo

મરાઠવાડાના ચાર જિલ્લાઓના 92 ગામોને હવે પાણી માટે ટેન્કર પર આધાર

2026-05-05 19:25:07
Author: Vipul Vaidya
Article Image

છત્રપતિ સંભાજીનગર: ઉનાળાની ગરમીમાં વધારો થતાં મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના ત્રણ જિલ્લાઓના 92 ગામો હવે પાણી પુરવઠા માટે ટેન્કર પર આધાર રાખે છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.

મંગળવાર સુધીમાં છત્રપતિ સંભાજીનગર, જાલના, લાતુર અને હિંગોલી જિલ્લાઓના 92 ગામો અને 36 વસાહતોને 156 ટેન્કર પાણી પહોંચાડી રહ્યા છે, એમ ડિવિઝનલ કમિશનર ઓફિસના અહેવાલમાં જણાવાયું છે.

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સૌથી વધુ 71 ગામો અને 14 વસાહતો છે, જ્યાં ટેન્કર દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. વિડંબના એ છે કે, જિલ્લામાં જાયકવાડી ડેમ છે, જે પૈઠણમાં ગોદાવરી નદી પર બાંધવામાં આવેલા દેશના સૌથી મોટા માટીના બંધોમાંનો એક છે.

અહેવાલમાં જણાવાયું છે કે પાડોશી જાલના જિલ્લાના 19 ગામો અને 20 વસાહતોને 38 ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે લાતુરના બે ગામો અને હિંગોલી જિલ્લાની એક વસાહતને ટેન્કર દ્વારા પાણી મળી રહ્યું છે.

વહીવટીતંત્રે પાણી પૂરું પાડવા માટે મરાઠવાડાના સાત જિલ્લાઓમાં ઘણા ખાનગી કુવાઓ પણ સંપાદિત કર્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે છત્રપતિ સંભાજીનગર (87), જાલના (33), પરભણી (4), હિંગોલી (24), નાંદેડ (58), બીડ (37) અને લાતુર (25) જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 268 કુવાઓ સંપાદિત કરવામાં આવ્યા છે.