Sun May 24 2026

Logo

પ્રવાસીઓ નોંધી લેજો! મધ્ય રેલવેમાં 29 મેથી 10 દિવસનો મોટો બ્લોક, ટ્રેનોના શેડ્યુલમાં થશે ફેરફાર

2026-05-24 15:47:59
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મધ્ય રેલવેમાં 29મી મેથી મહત્ત્વના કામકાજને કારણે લાંબા અંતરની અમુક ટ્રેનોને દાદર અને થાણેમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. CSMT સ્ટેશનના સમારકામના લીધે ઘણી એક્સપ્રેસ ટ્રેનો દાદર અને થાણે સુધી સ્થગિત કરવામાં આવશે. મધ્ય રેલવેની જાહેરાત મુજબ CSMT સ્ટેશન પર 29મી મેથી રિડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે, તેથી લાંબા અંતરની મેઈલ-એક્સપ્રેસ ટ્રેનોને થાણે, દાદરમાં રોકી દેવાશે.

સીએસએમટી સ્ટેશન પર આવનારા દિવસોમાં ટ્રાફિક અને પાવર બ્લોક જોવા મળશે, જેથી લાંબી મુસાફરી કરનારા પ્રવાસીઓને થોડા દિવસો સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ પ્લેટફોર્મ સીએસએમટી સ્ટેશનના 16 અને 17 નંબરના પ્લેટફોર્મ પર ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત વિવિધ કામગીરીને પાર પાડવામાં આવશે.. આ રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ RLDA અંતર્ગત કરવામાં આવી રહ્યો છે, જેથી આ રેલવે બ્લોક 10 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે.

મધ્ય રેલવેના અહેવાલ અનુસાર 29મી મેથી 10 દિવસના બ્લોકના કારણે પ્રવાસીઓએ પ્રવાસ પહેલા પોતાની ટ્રેનના સમયપત્રકથી અપડેટ રહેવું પડશે, ત્યાર બાદ જ આગળનો પ્રવાસ કરવો. મધ્ય રેલવેના જણાવ્યા મુજબ આ ટ્રેનો બ્લોક પિરિયડ દરમિયાન નીચે મુજબ દાદર સ્ટેશન પર આવશે. આ ઉપરાંત, મેંગ્લુરુ એક્સપ્રેસ ટ્રેનને થાણેમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે અમુક ટ્રેનોને દાદરમાં શોર્ટ ટર્મિનેટ કરાશે, જે સીએસએમટી સુધી પહોંચશે નહીં.

  • 12112 અમરાવતી, CSMT એક્સપ્રેસ 

 

  • 11002 બલ્લરશાહ, CSMT નંદીગ્રામ એક્સપ્રેસ 

 

  • 12810 હાવરા, CSMT એક્સપ્રેસ 

 

  • 11020 ભુવનેશ્વર, CSMT કોણાર્ક એક્સપ્રેસ 

 

  • 22144 બીદર, CSMT એક્સપ્રેસ 

 

  • 22108 લાતુર, CSMT એક્સપ્રેસ 
     
  • 22120 મડગાંવ, CSMT તેજસ એક્સપ્રેસ