મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)એ મંગળવારે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સચિવાલય, મંત્રાલયમાં પીવાના પાણીની ટાંકીમાં એક બિલાડી પડી ગઈ અને તેનું મૃત્યુ થયું હોવાનો સંદેશ ‘સંપૂર્ણપણે ખોટો’ છે.વિભાગે એક સંદેશમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મંત્રાલયના કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપ પર એક સંદેશ ફરતો થઈ રહ્યો હતો કે એક બિલાડી પાણીની ટાંકીમાં પડી ગઈ અને તેનું મૃત્યુ થયું.
‘છેલ્લા કેટલાક દિવસોમાં મુખ્ય અને વિસ્તૃત ઇમારતોના ટેરેસ પરની બધી પાણીની ટાંકીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 10 થી 12 ફૂટ ઊંચા ટાંકીઓને ભારે લોખંડના ઢાંકણાથી સુરક્ષિત કરવામાં આવી છે અને હંમેશા બંધ રહે છે,’ એમ તેમાં જણાવાયું છે.વિભાગે એવો નિર્દેશ કર્યો હતો કે ટેરેસ પર પ્રવેશ પ્રતિબંધિત છે અને પ્રવેશ દ્વાર તાળું મરેલું રહે છે, જેના કારણે કોઈપણ પ્રાણી ટાંકીમાં પ્રવેશી શકતું નથી કે પડી શકતું નથી.
મંત્રાલય પરિસર, પાણીની ટાંકીઓ સહિત, સપ્તાહના અંતે સાફ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આવી કોઈ ઘટનાને નકારી કાઢવામાં આવી હતી, એમ તેમાં જણાવાયું છે.
‘કોઈ પણ બિલાડી પાણીની ટાંકીમાં પડી નથી કે મૃત્યુ પામી નથી. વાયરલ સંદેશ સંપૂર્ણપણે ખોટો છે,’ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.