Mon Sep 07 2026

Logo

મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદકો સંકટમાં: પ્રતિ ક્વિન્ટલે 1500 રુપિયાની સબસિડીની માંગ

2026-05-08 21:43:31
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદકો સંકટમાં: પ્રતિ ક્વિન્ટલે 1500 રુપિયાની સબસિડીની માંગ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ડુંગળીના ઉત્પાદકો ભાવમાં ઘટાડા અને ખેતી ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક અધોગતિ ના આરે છે અને સરકારે પ્રતિ ક્વિન્ટલ રૂ. 1500ની સબસિડી આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ એમ ખેડૂત સંગઠને શુક્રવારે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્ય ડુંગળી ઉત્પાદક સંગઠને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભોજનમાં વપરાતા મુખ્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે જ્યારે બીજ, ખાતર, જંતુનાશકો, મજૂરી, સિંચાઈ, વીજળી, પરિવહન અને સંગ્રહના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતો ઉત્પાદન ખર્ચ પણ વસૂલવામાં અસમર્થ હોવાનું એસોસિએશનના સ્થાપક-પ્રમુખ ભરત દિઘોલનું કહેવું છે.

બીડ જિલ્લાના નેકનૂરનો એક ખેડૂત સોલાપુર બજારમાં વેચાણ માટે 41 ગુણ ડુંગળી લાવ્યો હતો, પરંતુ ફક્ત 20 ગુણ જ વેચાઈ હતી. મજૂરી ખર્ચ, કમિશન, બજાર ફી, પરિવહન અને અન્ય ખર્ચ બાદ કર્યા પછી તેની પાસે માત્ર 519 રૂપિયા બચ્યા હોવાનું એસોસિએશને જણાવ્યું હતું.

જો તાત્કાલિક રાહત પગલાં જાહેર કરવામાં નહીં આવે તો એસોસિએશને રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી આપી હતી. (પીટીઆઈ )