Tue Sep 08 2026

Logo

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વંદેભારત ટ્રેનમાં મુંબઈથી શિરડી પહોંચ્યા, પીએ મોદીજીનો આભાર માનતા કહ્યું...

2026-05-23 15:46:00
Author: Mumbai Samachar Team
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વંદેભારત ટ્રેનમાં મુંબઈથી શિરડી પહોંચ્યા, પીએ મોદીજીનો આભાર માનતા કહ્યું...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મુંબઈથી શિરડી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવ માટે શરુ કરેલા અભિયાનથી પ્રેરિત થઈને મુખ્ય પ્રધાન ફડણવીસે આ સફરનો અનુભવ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું 'આભાર મોદીજી', આ વડા પ્રધાન મોદીજીએ દેશને આપેલી અદ્ભૂત ભેટ છે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મુંબઈ શિરડી વચ્ચેનો પ્રવાસ વંદે ભારત એક્સપ્રેસથી કર્યો હતો. આ સમયે ટ્રેનમાં પ્રવાસ કરવાનો પોતાનો અનુભવ વર્ણવતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે મારી આ સફર ખૂબ જ યાદગારી રહી. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી શિરડીની આ સફર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શરુ થાય છે. આ ભારતની સેમી-હાઈ-સ્પીડ રેલ છે. જેની તેમણે પ્રસંશા કરી હતી. તેમણે વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.  

અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલની અછત અનુભવાઈ રહી છે, તેમ જ તેના ભાવ આસમાન પર પહોંચી રહ્યા છે ત્યારે ઈંધણ અને પરિવહનના ભાવવધારાના લીધે ચિંતા સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં અમુક સપ્તાહથી કાર્યકર્તાઓ દ્વારા ઇંધણ બચાવવા માટે વહીવટી તંત્રોની શિસ્તતાપૂર્ણ છબી પ્રકાશિત કરવા માટે જાહેર નિવેદન કરવામાં આવ્યું છે. 

મુખ્ય પ્રધાને થોડા સમય પહેલાં જ પુણેથી બેંગ્લોર સ્ટેટ ગવર્મેન્ટ ચાર્ટડ એરક્રાફ્ટના બદલે ઈન્ડિગો ફ્લાઈટના ઇકોનોમિક કલાસમાં સફર કરવાનું પસંદ કર્યું હતું. અધિકારીઓના કહેવા મુજબ આ તેમનું ઇંધણ અને ખર્ચ બચાવ માટે લોકોને પ્રેરિત કરવાનું પગલું હતું. 

હાલમાં જ મહિનાની શરૂઆતમાં વડા પ્રધાન મોદીજીની નેતાઓના કોન્વોય ઘટાડવાની અપીલને પ્રતિસાદ આપતા તેમણે પોતાના રહેઠાણ માલાબાર હિલથી દક્ષિણ મુંબઈ સ્થિત વિધાન ભવન સુધી બાઈક રાઈડ કરી હતી.