લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉની અલીગંજ વિસ્તારમાં બિલ્ડિંગમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે લોકોએ બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદયા હતા. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવી લીધો છે. યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે તેમણે 14 મૃતદેહ જોયા છે.
ઉપરના માળે એનિમેશન સેન્ટર હતું
આ આગની ઘટના અંગે શરૂઆતમાં બિલ્ડિંગમાં કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરીનો ઉલ્લેખ હતો. પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ગ્રાઉન્ડ ફ્લોર પર એક પેટ શોપ હતી. જ્યારે ઉપરના માળે એનિમેશન સેન્ટર હતું. જ્યાં કર્મચારીઓ ગેમિંગ સોફ્ટવેર પર કામ કરતા હતા.
ફાયર અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી
આગની માહિતી મળતાં જ ફાયર અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ સ્થાનિક લોકોએ પણ બચાવ પ્રયાસોમાં મદદ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો ઇમારતમાંથી બહાર નીકળવા માટે અગાસી અને અન્ય હિસ્સામાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. જ્યારે એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બચાવ કામગીરી તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો
જોકે, ફાયર બ્રિગેડે જહેમત આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બાબતની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે ઘાયલોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવાની પણ સૂચના આપી અને વહીવટીતંત્રને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો.
વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ ઘટના અંગે પૂછપરછ કરી અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. લખનઉ પોલીસ અને વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિની પુષ્ટિ કરી નથી. આ ઘટના બાદ વિસ્તારમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા
આ ઉપરાંત અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ઘટનાસ્થળે હાજર નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે તેમણે પોતાની આંખોથી 14 મૃતદેહો જોયા છે.
દિલ્હીના માલવિયા નગરમાં હોટલમાં લાગેલી આગમાં 21 લોકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે, આ પૂર્વે દિલ્હીમાં માર્ચ માસમાં દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં 10 ભારતીય, 9 આફ્રિકન નાગરિકો અને તુર્કમેનિસ્તાનના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. આ હોટેલ ફાયર એનઓસી વિના કાર્યરત હતી અને સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.