Sun Sep 13 2026

Logo

કચ્છના વિકાસને મળશે નવી ગતિ: કંડલા–મુન્દ્રા નેશનલ હાઇવે રૂ. 834 કરોડના ખર્ચે બનશે સિક્સ લેન

2026-08-14 16:25:00
Author: Mayur Patel
કચ્છના વિકાસને મળશે નવી ગતિ: કંડલા–મુન્દ્રા નેશનલ હાઇવે રૂ. 834 કરોડના ખર્ચે બનશે સિક્સ લેન

ગાંધીનગરઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં નેશનલ હાઈવે-41ના 71.40 કિલોમીટર લાંબા ગાંધીધામ(કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને સિક્સ લેન બનાવવા બિડ મંગાવી છે. જેમાં GST સિવાય આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 834.47 કરોડ આંકવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્સન મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. જેનો હેતુ કચ્છના અત્યંત મહત્વપૂર્ણ ફ્રેઈટ કોરિડોર એવા ગાંધીધામ, કંડલા અને મુન્દ્રા પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી સુધારવાનો છે.

બે વર્ષની અંદર કામ પૂરું કરવું પડશે

NHAI દ્વારા બહાર પાડવામાં આવેલી રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ અનુસાર, પસંદ કરાયેલા કોન્ટ્રાક્ટરે બે વર્ષની અંદર આ સિક્સ-લેનિંગનું કામ પૂર્ણ કરવાનું રહેશે. આ ઉપરાંત, પ્રોજેક્ટમાં પાંચ વર્ષનો મેન્ટેનન્સ  સમયગાળો પણ સામેલ રહેશે.

આ કોરિડોરને સિક્સ લેન બનાવવાથી ભારે કોમર્શિયલ અને પોર્ટ સંબંધિત ટ્રાફિક ધરાવતા વ્યસ્ત કંડલા-મુન્દ્રા રૂટ પર વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. રસ્તાની ક્ષમતા વધવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે, માલસામાનની હેરફેરમાં સુધારો થશે અને પ્રદેશના મુખ્ય બંદરો તેમજ ઔદ્યોગિક વિસ્તારો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે.