મુંબઈ: બોલીવુડના દિગ્ગજ એક્ટર જેકી શ્રોફનો દીકરો ટાઈગર શ્રોફ એક્શન હીરો તરીકે બોલીવૂડમાં પોતાનું નામ બનાવી ચુક્યો છે, ત્યારે જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ પણ હાલ ચર્ચામાં છે. કૃષ્ણા રિયાલિટી ગેમ શો "ધ 50" માં સ્પર્ધક તરીકે ભાગ લઇ રહી છે, શોના એક શોમાં તેની લવ સ્ટોરી વિષે ખુલાસો કરતા કૃષ્ણા ચર્ચામાં આવી છે.
શોમાં વાત કરતા કૃષ્ણાએ ખુલાસો કર્યો કે અફઘાનિસ્તાનના એક પ્રોફેશનલ મિક્સ માર્શલ આર્ટ્સ(MMA) ફાઇટર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે.
શો દરમિયાન અન્ય સ્પર્ધકોએ કૃષ્ણાને તેના સંબંધો વિશે સવાલો કર્યા, ત્યારે કૃષ્ણાએ ખુલાસો કર્યો હતો. કૃષ્ણાએ જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ અફઘાનિસ્તાનનો છે, તે એક MMA ફાઇટર છે.
ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી લવ સ્ટોરી:
તેની લવ સ્ટોરી વિશે વાત કરતા કૃષ્ણાએ જણાવ્યું કે તેઓ પહેલી વાર મુંબઈમાં મળ્યા હતા. ટાઇગર શ્રોફની ટીમને સપોર્ટ કરવા માટે એક ફાઇટ ઇવેન્ટમાં ગઈ હતી. આ ઇવેન્ટ બાદ તેના ઇન્સ્ટાગ્રામ DMમાં એક "હાય"નો મેસેજ મળ્યો. થોડી ચેટ બાદ તરત જ તેનો ફોન નંબર માંગવામાં આવ્યો. કૃષ્ણાએ કહ્યું કે પહેલીવાર આત્મવિશ્વાસ સાથે કોઈએ તેનો ફોન નંબર માંગ્યો હતો.
ગોવામાં સમય વિતાવ્યો:
કૃષ્ણાએ જણાવ્યું બંનેની ફર્સ્ટ લેન્ગવેજ અલગ છે. તે ફારસી બોલે છે, અને કૃષ્ણા અંગ્રેજી બોલે છે. બંનેએ લગભગ આઠ મહિના સુધી વીડિયો કોલ મારફતે વાત બાદ બંને ગોવામાં મળ્યા, જ્યાં બંનેએ બે અઠવાડિયા સાથે વિતાવ્યા.
કૃષ્ણાએ તેને મુંબઈમાં તેની સાથે સાથે રહેવા વિંનતી કરી, પછી બંનેએ લીવ ઇનમાં રહેવાનું નક્કી કર્યું.