Wed Sep 09 2026

Logo

સુરતમાં કોર્ટમાં રોફ મારતી કીર્તિ પટેલને પોલીસ અધિકારીએ દબડાવીને શું કહ્યું ?

2026-08-08 13:14:00
Author: Mayur Patel
સુરતમાં કોર્ટમાં રોફ મારતી કીર્તિ પટેલને પોલીસ અધિકારીએ દબડાવીને શું કહ્યું ?

સુરતઃ કીર્તિ પટેલની સુરતના લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી હતી. કોર્ટ પરિસરમાં મીડિયાના કેમેરા જોઈને કીર્તિ પટેલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા કહ્યું હતું કે, લેવો છે ફોટો, દુપટ્ટો ઉતારું? આ સમયે મહિલા પોલીસ અધિકારીએ તેને દબડાવી હતી અને કહ્યું હતું કે, મીડિયા તેનું કામ કરે છે.

પોલીસ તેને બંદોબસ્ત સાથે કોર્ટ પરિસરમાં લઈને પહોંચી ત્યારે પણ કીર્તિ પટેલનો અનોખો અને બેફામ રોફ જોવા મળ્યો હતો. કોર્ટ પરિસરમાં  મીડિયાને જોઈ તેણે, લેવો છો ફોટો, દુપટ્ટો ઉતારું કહીને મીડિયા પર ખોટા સમાચાર ચલાવવાનો આક્ષેપ કર્યો હતો.  આ સમયે મહિલા પીઆઈએ તેને ટોકી હતી અને મીડિયા તેનું કામ કરે છે તેમ જણાવ્યું હતું.

શું છે મામલો

સુરતના લસકાણાના રેતી-કપચીના વેપારી અલ્પેશ પટેલે કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ અલ્પેશ પટેલ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અન્ય લોકો સાથે લાઈવ કોલમાં વાત કરી રહ્યા હતા. એ સમયે કોલમાં જોડાયેલો એક શખ્સ કીર્તિ પટેલ વિશે ખરાબ બોલી રહ્યો હતો અને અલ્પેશ પટેલ ફક્ત તે સાંભળી રહ્યા હતા. આ વાત જાણીને ઉશ્કેરાયેલી કીર્તિ પટેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અલ્પેશ પટેલને ફોન કરીને ગંદી ગાળો આપી હતી.

 

ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સામે 2017થી 2026ના 9 વર્ષ દરમિયાન મારામારી, ધમકીઓ, ખંડણી અને જૂનાગઢના મૃગીકુંડમાં ગેરકાયદે ઘૂસી જવા જેવા 10થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા અને લાઈમલાઈટમાં રહેવા માટે તે આ પ્રકારના કૃત્યો કરતી રહે છે. 

કોણ છે કીર્તિ પટેલ

કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઈનર હતી. તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ફેમસ થઈ હતી. જોકે સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તે વિવિધ વિવાદમાં આવી હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે. "એની માને" ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા. અગાઉ પણ હાથી અને ઘુવડવાળા મુદ્દાને લઈને વીડિયો બનાવ્યા હતા અને જેમના કારણે ઘણાં વિવાદો સર્જાયા હતા. આ ઉપરાંત મૃગીકુંડમાં સ્નાન, ભારતીબાપુ આશ્રમ વીડિયો સહિત અનેક વિવાદમાં સપડાઈ હતી.