જ્યોતિષશાસ્ત્રમાં કેતુને માયાવી અને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ કેતુ ગ્રહ ગોચર કરી રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેની મેષથી લઈને મીન રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. માર્ચ મહિનાના અંતમાં કેતુ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરુ થઈ રહ્યા છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર માયાગી ગ્રહ કેતુ 29મી માર્ચ, 2026ના રોજ એટલે કે કામદા એકાદશીના પવિત્ર દિવસે નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. કેતુ અત્યારે સૂર્યની રાશિ સિંહમાં બિરાજમાન છે અને હવે તે સૂર્યના જ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુનું આ ગોચર અમુક રાશિઓ માટે આધ્યાત્મિક ઉન્નતિની સાથે આર્થિક સમૃદ્ધિના દ્વાર પણ ખોલશે. આ સમયે ત્રણ રાશિના જાતકોના જીવનમાં સુખ-શાંતિ અને ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
સિંહઃ
કેતુ તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા જીવનમાં મોટા સકારાત્મક બદલાવ લાવશે. તમારી આવકમાં પહેલા કરતા વધારો થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. નોકરીમાં પ્રમોશન અથવા કોઈ મોટી નવી જવાબદારી મળી શકે છે. જોકે, શનિની ઢૈયાના પ્રભાવને કારણે ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે કેતુનું આ નક્ષત્ર પરિવર્તન વ્યાવસાયિક સફળતા લાવશે. વેપારમાં રોકાયેલા જાતકોને અણધાર્યો નફો અને પ્રગતિ થવાની પ્રબળ સંભાવના છે. લાંબા સમયથી જે કામો પૂરા નહોતા થતા, તે હવે ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જેને કારણે તમે કામના સ્થળે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં મદદ મળી રહી છે.
ધનઃ
ધન રાશિ માટે આ સમયગાળો અંગત અને વ્યાવસાયિક એમ બંને મોરચે ખુશખબરી લાવશે. નોકરી કે વ્યવસાયમાં આગળ વધવાની ઉત્તમ તકો મળશે અને આર્થિક લાભ થશે. અપરિણીત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે અને લગ્ન નક્કી થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમયે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે, જેને કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે.
કેતુના અશુભ પ્રભાવથી બચવા શું કરવું?
કેતુના અશુભ અસરથી બચવા માટે શું કરવું જોઈએ એના ઉપાયો જણાવતા મુંબઈના જ્યોતિષાચાર્યે વધુમાં કહ્યું હતું કે કેતુ વ્યક્તિને આસક્તિ છોડતા શીખવે છે. જો કેતુ અશુભ હોય તો તે એકલતા અને વિરક્તિ લાવે છે. આવી સ્થિતિમાં તેની અસરથી બચવા માટેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. મનને શાંત રાખવા માટે પ્રાર્થના અને પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈને પણ વધુ પડતો પ્રેમ દર્શાવવાને બદલે સંતુલિત વ્યવહાર રાખો.