Sat Aug 29 2026

Logo

અયોધ્યા રામમંદિર દાન ચોરી મુદ્દે કેજરીવાલના ભાજપ પર પ્રહાર, કહ્યું મોટા નામ સામેલ

2026-06-21 16:46:42
Author: Chandrakant Kanoja
અયોધ્યા રામમંદિર દાન ચોરી મુદ્દે કેજરીવાલના ભાજપ પર પ્રહાર, કહ્યું મોટા નામ સામેલ

અયોધ્યા: અયોધ્યામાં રામમંદિરના દાન ચોરીના મુદ્દે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે કરોડો રૂપિયા દાન ચોરી છતાં હજુ સુધી કોઇ એફઆઇઆર કરવામાં આવી નથી. તેમજ આ પ્રકરણમાં  મોટા નામ સામેલ હોઇ શકે છે.  

તપાસ એજન્સીએ કોઇ એફઆઇઆર નોંધી નથી 

આ અંગે અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે અયોધ્યાના રામ મંદિરમાંથી કરોડો રૂપિયાની ચોરી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે ફક્ત આશરે  રૂપિયા 200 કરોડની રોકડ ચોરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં, અત્યાર સુધી  યુપી પોલીસ, ઇડી કે સીબીઆઇએ આ મામલે કોઈ  એફઆઇઆર નોંધી નથી. 

નિષ્પક્ષ તપાસથી મોટા ખુલાસા થઈ શકે છે

આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાઓ પર ભાજપ સરકાર સત્તામાં છે. તેમ છતાં આ મુદ્દે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. . તેમણે કહ્યું કે આ કેસમાં ઘણા મોટા  નામો સંડોવાયેલા હોવાના અહેવાલો છે. તેમજ આ પ્રકરણમાં નિષ્પક્ષ તપાસથી મોટા ખુલાસા થઈ શકે છે.