Sun Jun 28 2026

Logo

બ્રેકઅપનો કરુણ અંજામ: પ્રેમિકાનું અપહરણ કરી 'મર્ડર-સુસાઇડ' કરવા નીકળેલા યુવકની કેબમાં બ્લાસ્ટ, પછી શું થયું?

2026-06-28 12:56:00
Author: Vimal Prajapati
Article Image

તુમકુરૂઃ કર્ણાટકના તુમકુરૂ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કહાણી એવી છે કે, ગમે તેવા લોકો પણ ડરી જાય! ઘટના એવી છે કે, એક યુવકની તેની ગર્લ ફ્રેન્ડે બ્રેકઅપ કરીને બ્લોક કરી દીધો હતો, જેથી ગુસ્સામાં આવેલા યુવકે યુવતીનું અપહરણ કર્યું અને બળજબરી પૂર્વ કેબમાં બેસાડીને લઈ જતો હતો. યુવકે કહ્યું કે, હું તારી હત્યા કરીને જાતે જ મારી જઈશ. આ દરમિયાન કેબમાં બ્લાસ્ટ થયો જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. 

નેશનલ હાઇવે-48 પર કારમાં વિસ્ફોટ થયો

જો કે, બ્લાસ્ટ પહેલા મહિલા કેબમાંથી બહાર નીકળી ગઈ હતી. કેબમાં યુવકે હુમલો કર્યાં ત્યારે કેબ બંધ પડી તે દરમિયાન મહિલા બહાર નીકળી ગઈ હતી. આ પછી કારમાં એક જોરદાર વિસ્ફોટ થયો, જેનાથી તે આગના ગોળામાં ફેરવાઈ ગઈ. યુવાન કારમાં જીવતો બળી ગયો. આ ઘટના શનિવારે તુમાકુરુ જિલ્લાના સીરા તાલુકાના જોગીહલ્લી નજીક બની હતી. એક કારમાં વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ લાગી, જેના પરિણામે વાહનની અંદર 30 વર્ષીય વ્યક્તિનું સળગીને મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. 

 

આ મૃતકની ઓળખ નાગેન્દ્ર તરીકે થઈ છે, જે અંકોલાના વતની છે અને બેંગલુરુમાં રહેતો હતો. આ ઘટનામાં એક મહિલા અને કેબ ડ્રાઈવર પ્રવીણ ઘાયલ થયા હતા; બંનેને તુમાકુરુ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ પ્રમાણે વાત કરવામાં આવે તો, કેબ બેંગલુરુથી અંકોલા જઈ રહી હતી ત્યારે નેશનલ હાઇવે-48 પર વિસ્ફોટ થયો હતો. પોલીસને શંકા છે કે કારની અંદર વિસ્ફોટકો હતા. વિસ્ફોટને કારણે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.