મુંબઈ: બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન ફિલ્મક્ષેત્રે પણ ચર્ચામાં રહ્યા છે, પરંતુ ફિલ્મ સાથે તેઓ અંગત જીવનમાં પણ ખૂબ ચર્ચામા રહે છે. અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા બાદ કરિશ્મા કપૂરે શું કર્યું હતું તે અંગે ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને મોટો ખુલાસો કર્યો છે. ફિલ્મમેકર સુનિલ દર્શને એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલિવૂડના ચર્ચિત બ્રેકઅપમાંથી એક વિશે વાત કરતા જણાવ્યું હતું કે જયારે અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ત્યારે તે કરિશ્માના ઘરે જ હાજર હતા. તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે મને ક્યારેય સમજાયું જ નહીં કે આ ઘટના બાદ ઝડપથી કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.
એક ઇન્ટરવ્યૂની વાતચીત દરમિયાન સુનિલ દર્શને યાદ કર્યું હતું કે કરિશ્માના જીવનના એ સમયમાં તે તેમના ખૂબ નજીક રહ્યા હતા. 'જાનવર', 'હા મેને ભી પ્યાર કિયા', 'એક રિશ્તા: ધ બોન્ડ ઓફ લવ' જેવી ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું, દર્શને કહ્યું કે તેણે અભિષેક સાથે કરિશ્માના સબંધોને સમય સાથે આગળ વધતા જોયું હતું.
કરિશ્મા અને અભિષેકના ખાસ સબંધો

દર્શનના જણાવ્યા અનુસાર જયારે 'હા મેને ભી પ્યાર કિયા' ફિલ્મની તૈયારી થઈ રહી હતી. ત્યાં સુધીમા આ કપલ લગ્ન કરવાનું નક્કી કરી ચુક્યુ હતું. તેણે કહ્યું કે 'તેમનો સબંધ 'એક સબંધ' શરૂ થતા પહેલા જ બની ગયો હતો અને સમય સાથે વધુ ગાઢ બની ગયો હતો. જયારે મેં 'હા મૈંને ભી પ્યાર કિયા' ફિલ્મની તૈયારી કરી, ત્યારે એવું નક્કી થઈ ગયું હતું કે તેઓ પરણશે. તેઓ એક આકર્ષક જોડી હતા. અમિતાભ બચ્ચનના દીકરા અને રાજ કપૂરની પૌત્રી અજીબ વાત એ છે કે તેમની સાથે કામ કરવા માટે થઈને મેં 'હા મેને ભી પ્યાર કિયા' ફિલ્મ લખી હતી.'
કરિશ્માના બ્રેકઅપ સમયે ત્યાં જ હાજર હતા
દર્શને તે દિવસને યાદ કર્યો જયારે તેની સગાઈ તૂટી હતી. તેણે કહ્યું કે 'સંયોગથી જયારે સગાઈ તૂટી ત્યારે હું કરિશ્માના ઘરે જ હાજર હતો. દુઃખ છે કે તેમના લગ્ન ન થયા. મને નથી લાગતું કે ત્યારબાદ જે પ્રતિક્રિયા થઇ કે જે ભાવનાત્મક ઉથલપાથલ મચી, તે કોઈ સમજી શકે છે ત્યાર બાદ તે નવા વર્ષની ઉજવણી કરવા માટે બેંગકોક જતી રહી અને મને અચાનક ખબર પડી કે તે સંજય સાથે લગ્ન કરવાની છે. મને આનિર્ણય સમજાયો નહોતો.'
કરિશ્મા અને અભિષેકનો જટિલ સબંધ
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના અલગ થવાના કારણોને લઈને વર્ષોથી જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ લોકોનું એવું માનવું છે કે તેના માટે કોઈને દોષી માનવું જોઈએ નહીં. તેણે કહ્યું કે સબંધો જટિલ હોય છે, બહારના લોકો ક્યારેય બે લોકો વચ્ચેના છૂટા પડ્યાના તણાવને સમજી શકતા નથી. તેણે કહ્યું કે 'લોકો બબીતાજી, જયાજી, કરિશ્મા કે અભિષેકને દોષ આપે છે, પરંતુ મને લાગે છે કે આ વાતો ભાગ્ય પર છોડવી જોઈએ. તેમનો સબંધ ઘણા ઉત્તર-ચઢાવવાળો રહ્યો હતો.
કરિશ્મા-અભિષેકની સગાઈ
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચને 2002માં અમિતાભ બચ્ચનના 60મા જન્મદિવસની ઉજવણી દરમિયાન પોતાના સંબંધને જગજાહેર કર્યો હતો ત્યાર બાદ તેમની સગાઈ થઈ હતી અને થોડા જ મહિનાઓમાં 2003ના વર્ષની શરૂઆતમાં જ સગાઈ તૂટી હતી. આજ સુધી આ સગાઈ તૂટવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એના અંગે અનેક અટકળો વ્યક્ત કરવામાં આવી હતી.
કરિશ્મા કપૂરના લગ્ન અને બાળકો

કરિશ્મા કપૂરે 29 સપ્ટેમ્બર, 2003માં એક શીખ લગ્ન સમારંભમાં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જુદા થયા પહેલા આ કપલના બે બાળકો હતા, સમાયરા અને કિયાન. લાંબી કાનૂની લડાઈ બાદ 2016માં તેમના છૂટાછેડા થયા હતા. એક વર્ષ બાદ 2017માં સંજય કપૂરે પૂર્વ મોડલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરો થયો, જેનું નામ અજારિયાસ રાખ્યું. 12 જૂન 2025માં ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે 53 વર્ષની ઉંમરમાં સંજયનું નિધન થયું હતું. પોતાના મૃત્યુ વખતે તે પ્રિયા સચદેવ સાથે પરિણીત હતા.