વોશિંગ્ટનઃ અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાન પર યુદ્ધ જાહેર કર્યું છે, જેમાં અમેરિકામાં પણ ટ્રમ્પનો લોકો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે, જે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના પ્રમુખ જોસેફ કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમેરિકાને ઈરાનથી કોઈ ખતરો નહોતો. કેન્ટે ટ્રમ્પ પ્રશાસનના યુદ્ધ પર ગંભીર સવાલો ઊઠાવ્યા છે જાણીએ એવું શું કહ્યું છે.
અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર જોસેફ કેન્ટએ ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધના વિરોધમાં પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના સૌથી મોટા અધિકારી માનવામાં આવે છે. જેમને યુદ્ધના વિરોધમાં પદ છોડ્યું છે. જોસેફ કેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું રાજીનામું પોસ્ટ કર્યું છે.
કેન્ટે લખ્યું કે હું મારા વિવેક પ્રમાણે આ યુદ્ધનું સમર્થન કરી શકતો નથી. અમેરિકાને ઈરાનથી કોઈ ખતરો નહોતો. આ યુદ્દ ફક્ત ઈઝરાયલ અને તેની પ્રભાવશાળી લોબીના દબાણમાં ભરવામાં આવ્યું છે, પરંતુ હું આવી વિદેશ નીતિનું સમર્થન કરતો નથી. મેં જે 2016, 2020 અને 2024ની ચૂંટણી પહેલાના કાર્યકાળમાં અમલ કર્યો હતો, પરંતુ હાલના સંજોગોમાં સમર્થન આપતો નથી.
અમુક નિષ્ણાતો માને છે કે કોઈ દેશ પર હુમલો કરવો અથવા યુદ્ધ શરુ કરવા માટે તત્કાળ જોખમ હોવાનું જરુરી છે. આ સંજોગોમાં કેન્ટના નિવેદન પછી હવે વ્હાઈટ હાઉસમાંથી પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્યારે વ્હાઈટ હાઉસ અને ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અહેવાલ અંગે ગુપ્તચર એજન્સીના અધિકારીઓને પણ આશ્ચર્ય થયું છે.
જોસેફ કેન્ટ કોણ છે
સીઆઈએના અધિકારી રહી ચૂકેલા જોસેફ કેન્ટ નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડના નજીકના માનવામાં આવે છે. ગાબાર્ડે ઈરાન યુદ્ધ શરુ થયા પછી પણ બહુ ધ્યાન આપ્યું નથી. 45 વર્ષના કેન્ટ અમેરિકન સ્પેશિયલ ફોર્સ અને સીઆઈએના અનુભવી અધિકારી રહી ચૂક્યા છે. તેઓ ખાનગી જિંદગીને લઈ પણ ચર્ચામાં રહ્યા છે. કેન્ટે એવા સમયે રાજીનામું આપ્યું છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. આ રાજીનામાને કારણે અમેરિકન સરકારની અંદર પણ જોરદાર મતભેદ ચાલી રહ્યા હોવાનું પુરવાર થયું છે, જ્યારે જનતાની સાથે અધિકારીઓ પણ ટ્રમ્પથી ખુશ નથી એ સ્પષ્ટ થયું છે.
મેં મારી પત્નીને પણ યુદ્ધમાં ગુમાવી પણ
જોસેફ કેન્ટને ગયા વર્ષે જુલાઈમાં યુએસ સેનેટમાં એક જોરદાર મુકાબલામાં વોટ મળ્યા પછી આ પદ મળ્યું હતું. સેનેટમાં બાવન વોટની તુલનામાં 44 વોટથી તેમના નોમિનેશનને મંજૂરી મળી હતી. જોસેફ કેન્ટની નિમણૂકને લઈને પણ અનેક સાંસદોએ સવાલ ઊઠાવવામાં આવ્યા હતા, કારણ કે તેમનો ભૂતકાળ પણ વિવાદમાં રહ્યો હતો. રાજકારણમાં આવ્યા પૂર્વે અમેરિકન સેનામાં ગ્રીન બેરેટ તરીકે પણ સેવા આપી હતી. આ સર્વિસ વખતે અમેરિકામાં અલગ અલગ જગ્યાએ તહેનાત કરાયા હતા. સેનામાં કામ કરવાની સાથે કેન્ટે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી સાથે પણ કામ કર્યું છે.
અગિયાર વખત સેવા આપી ચૂકેલા કેન્ટે 2019માં સિરિયામાં એક આત્મઘાતી હુમલામાં પત્ની શેનન કેંટને ગુમાવી હતી. અમેરિકાની એજન્સીની વાત કરીએ તો અમેરિકન સરકારના અનેક વિભાગોની વચ્ચે કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરમાં જોસેફ કેન્ટની મહત્ત્વની ભૂમિકા છે, જેમાં ઈન્ટેલિજન્સ કમ્યુનિટી, પેન્ટાગોન અને કાયદા લાગુ કરનારી એજન્સીનો પણ સમાવેશ થાય છે.