Fri Apr 17 2026

Logo

અજિત પવાર વિમાન દુર્ઘટના અંગે જિતેન્દ્ર આવ્હાડે તપાસની માંગ કરી, કહ્યું બ્લેક બોક્સ બળે નહીં...

2026-02-23 16:57:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: અજિત પવાર વિમાન દુર્ઘટના અંગે ઘણા લોકોએ એ અકસ્માત હતો કે શંકા વ્યક્ત કરી છે કે કારસ્તાન હતું એની તપાસ ચાલી રહી છે. અજિત પવારના સાથી અને એનસીપી વિધાન સભ્ય જિતેન્દ્ર આવ્હાડે વિમાન દુર્ઘટના અંગે તીવ્ર શંકા વ્યક્ત કરી ટિપ્પણી કરી છે.  

જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું કે બ્લેક બોક્સ બળી ગયું એ બાબત મને શંકાસ્પદ લાગે છે. તે વિમાનને ભારતમાં ઉડવાની મંજૂરી નહોતી આપવામાં આવી. વિમાન પાંચ હજાર કલાકથી વધુ ઉડવું નહોતું જોઈતું પણ તેમ છતાં એ આઠ હજાર કલાકથી વધુ સમય ઉડ્યું હતું.

જિતેન્દ્ર આવ્હાડએ વધુમાં જણાવ્યું હતું કે 'આ અકસ્માતમાં મને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું છે કે બ્લેક બોક્સ બળી ગયું. બ્લેક બોક્સ હોય છે એ પ્લેનનો હિસ્સો અકબંધ હતો. બ્લેક બોક્સ ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવે છે. એનોઅર્થ એ થયો કે 11 હજાર સેન્ટિગ્રેડ તાપમાનમાં  પણ બ્લેક બોક્સ હેમખેમ રહે છે. આ પરિસ્થિતિમાં જો એમ કહેવામાં આવે કે બ્લેક બોક્સ બળી ગયું તો મારા જેવી વ્યક્તિને ચોક્કસ શંકા પડે. એટલે રોહિત પવારે કરેલી માગણીમાં તથ્ય છે.

કંપની કોની માલિકીની છે, કંપનીમાં કોણે પૈસા રોક્યા, વિમાન કેટલા કલાક ઉડ્યું, શું તેને આટલા કલાકો સુધી ઉડવાની મંજૂરી હતી કે નહીં, શું ડીજીસીએ કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ડીજીસીએના  અધિકારીઓ કોના દબાણમાં છે? આ કંપની કોના અધિકાર હેઠળ કાર્યરત છે, આ બધા પ્રશ્નો હવે સામે આવ્યા છે.  

તપાસમાં જેટલો વિલંબ કરશે, બ્લેક બોક્સ બળી ગયાની ખોટી વાતો કરશે તેટલી જ શંકા વધશે. મારી સૌથી મોટી શંકા એ છે કે બ્લેક બોક્સ બળી ગયું. દુનિયામાં કોઈ પણ અકસ્માતમાં ક્યારેય એવું કહેવામાં આવ્યું નથી કે બ્લેક બોક્સ બળી ગયું એમ પણ આવ્હાડએ જણાવ્યું હતું.