Sun Aug 23 2026

Logo

ઝારખંડમાં  14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા સહિત અનેક પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય

2026-08-11 18:03:52
Author: Chandrakant Kanoja
Article Image

રાંચી: ઝારખંડમાં JPSC સહિતની  પરીક્ષાઓમાં ગેરરીતિની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના પગલે ઝારખંડના સીએમ હેમંત સોરેને મોટો નિર્ણય લીધો છે. જેમાં તેમણે 14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા સહિત અનેક પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમજ અન્ય પરીક્ષાઓની તપાસના આદેશ આપ્યા છે.

સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે ગંભીર

મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું  કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે ગંભીર છે. તેમજ JPSC પ્રિલિમિનરી ટેસ્ટ અને JSSC સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

અનેક પરીક્ષાઓની પણ તપાસ કરવામાં આવશે

આ અંગે તેમણે  ગૃહમાં જાહેરાત કરી કે વર્ષ 2023 અને વર્ષ 2025 માં JPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ  જેમાં 14મી JPSC ની પ્રિલિમિનરી ટેસ્ટ (PT)નો સમાવેશ થાય છે  તેને રદ કરવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે 11મી અને 13મી JPSC પરીક્ષાઓ તેમજ FRO,APP અને TDPLદ્વારા લેવામાં આવતી પરીક્ષાઓની પણ તપાસ કરવામાં આવશે.

JSSC CGL પરીક્ષા પણ તપાસના દાયરામાં આવી

મુખ્યમંત્રી હેમંત સોરેનની જાહેરાત બાદ હવે JSSC CGL પરીક્ષા પણ તપાસના દાયરામાં આવી છે. વાસ્તવમાં ટીડીપીએલે જ JSSC CGL પરીક્ષાનું આયોજન કર્યું હતું. તેમજ સરકારનો નિર્ણય ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તપાસ અંગેનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો  છે.