ટોક્યોઃ જાપાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી. જોકે, સતત આંચકાઓને કારણે ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. જોકે, જાનમાલની નુકસાનીના કોઈ સમાચાર મળ્યાં નથી, પરંતુ આ વિસ્તારમાં ભૂકંપના આંચકાની ઘટના સતત વધી રહી છે.
ઉત્તર પૂર્વ જાપાનમાં આ 6.1ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનમાં આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. સત્તાવાર માહિતી પ્રમાણે ઉત્તર પૂર્વ જાપાનમાં આ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ પહેલા પણ જોરદાર ભૂકંપ આવ્યો હતો. અત્યારે ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યું, તેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે આ ભૂંકપના કારણે કોઈ નુકસાન થયું હોવાના પણ સમાચાર મળ્યાં નથી. પરંતુ લગાતાર આવી રહેલા ભૂકંપે કારણે ભૂસ્ખલનની ચિંતા વધારી દીધી છે.
જાપાનમાં વહેલી સવારે 7:25 વાગ્યે ભૂકંપ આવ્યો
વિગતે વાત કરવામાં આવે તો, રવિવારે ઇવાટે પ્રીફેક્ચરના દરિયાકાંઠે સ્થાનિક સમય મુજબ સવારે 7:25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ લગભગ 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના કારણે આઓમોરી પ્રીફેક્ચર અને તેની આસપાસના વિસ્તારમાં ઝટકા અનુભવાયા હતા. થોડા દિવસ પહેલા વેનેઝુએલામાં આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. તેની અસર જાપાન સુધી પણ જોવા મળી હતી.
વેનેઝુએલા ભૂકંપ અપડેટઃ ગુમ થયેલા લોકોની સંખ્યા 68,900 પર પહોંચી ગઈ છે, મોતનો આંકડો પણ વધી રહ્યો છે
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 28, 2026
સ્થિતિ હજી પણ ચિંતાજનક લાગી રહી છે#VenezuelaNoEstáSola #venezuela #Earthquakepic.twitter.com/1FWF5bZUE8
જાપાન એવા પ્રદેશમાં આવેલું છે જ્યાં વારંવાર ભૂકંપ અને સુનામી આવે છે. તાજેતરમાં ત્યાં અનેક ભૂકંપ આવ્યા છે; ગુરુવારે 7.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જે તાજેતરના ભૂકંપોમાં સૌથી તીવ્ર ભૂકંપ હતો. હવે, ફરી એકવાર તે જ વિસ્તારની નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. વેનેઝુએલામાં સતત બે વિનાશકારી અને શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યાં હતા. વેનેઝુએલામાં ભૂકંપના કારણે 920થી પણ વધારે લોકોનું મોત થયું છે. જ્યારે હજી પણ 3360 લોકો ઘાયલ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વેનેઝુએલામાં ગૂમ થયેલા લોકોની સંખ્યા 68,900ને પાર પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા બચાર અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે.