Tue Aug 25 2026

Logo

પેદ્દી ફિલ્મની સક્સેસ પાર્ટીમાંથી જાહ્નવી ગાયબ, રામ ચરણે પણ નામ કેમ લેવાનું ટાળી દીધુ?

2026-06-09 22:56:00
Author: Mumbai Samachar Team
પેદ્દી ફિલ્મની સક્સેસ પાર્ટીમાંથી જાહ્નવી ગાયબ, રામ ચરણે પણ નામ કેમ લેવાનું ટાળી દીધુ?

રામ ચરણ અભિનીત ફિલ્મ 'પેડ્ડી' ને લગતા વિવાદો શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. કદાચ આ જ કારણે ફિલ્મની મેઈક સ્ટારકાસ્ટ કોઈપણ પાર્ટી કે પ્રમોશનમાં દેખાઈ રહી નથી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી છે. આ સફળતાની ઉજવણી કરવા માટે, નિર્માતાઓએ એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. પણ આમાં રામ ચરણ, દિગ્દર્શક બુચી બાબુ સના અને બાકીના કલાકારો હાજર હતા.મુખ્ય અભિનેત્રી જાહ્નવી કપૂર ગેરહાજર હતી. ગેરહાજરીએ અનેક લોકોનું નોંધપાત્ર રીતે ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને ફિલ્મમાં તેમના પાત્રને લગતા અગાઉના વિવાદોને ધ્યાનમાં રાખીને તેમણે આવી પાર્ટીથી દૂર રહેવાનું પસંદ કર્યું હોય એવું મનાય રહ્યું છે.

પાર્ટીમાંથી જાહ્નવી ગાયબ
જોકે જાહ્નવીએ હજુ સુધી આ વિવાદ અંગે કોઈ નિવેદન આપ્યું નથી,ફેન્સ આવું માનતા હતા કે વિવાદીત સીન કે કટ્સ પર જાહ્નવી કોઈ પ્રતિક્રિયા આપશે.ફિલ્મની સફળતાની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. જોકે, એવું બન્યું નહીં.એક પ્રમોશન ઈવેન્ટ બાદ જાહ્નવી ખાસ કોઈ પાર્ટીમાં કે ઈવેન્ટમાં આવી નથી. હૈદરાબાદમાં આયોજિત આ કાર્યક્રમમાં, રામ ચરણે ચાહકો સાથે વાતચીત કરી હતી અને ફિલ્મને મળેલા અપાર પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો.આ દરમિયાન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા જગપતિ બાબુએ જાહ્નવીના પાત્રની આસપાસની ટીકાઓ પર કટાક્ષ કર્યો.ફિલ્મને 'ખરાબ સમીક્ષા' આપનારાઓનો પણ આભાર માન્યો. હકીકતમાં આ એક ટોણો હતો. 

રામ ચરણે જાહ્નવીને અવગણી
જાહ્નવીની આ કાર્યક્રમમાં ગેરહાજરી હોવા છતાં, મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા. એક્ટર રામ ચરણ માટે ભારે ઉત્સાહ હતો અને લોકોએ ફિલ્મની બોક્સ-ઓફિસ સફળતાની ઉજવણી કરી. આ કાર્યક્રમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેનાથી જાહ્નવીની ગેરહાજરી અંગે વિવિધ અટકળો શરૂ થઈ, જોકે આ પાછળની હકીકત કંઈક બીજી હોઈ શકે છે. રામ ચરણે પણ પોતાની સમગ્ર ટીમનો ઉલ્લેખ કર્યો પણ જાહ્નવીનું ક્યાંય નામ લીધું નહીં. જેનાથી અન્ય કેટલાક મુદ્દાઓને વેગ મળી ગયો, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ન હતી એ સમયે તે જોરશોરથી પ્રમોશન ઈવેન્ટમાં ભાગ લેતી હતી. પણ ફિલ્મ રિલીઝ થયા બાદ અને વિવાદીત સીન તથા ક્ટ મૂકવા અંગેની વાત બાદ એક્ટ્રેસે મૌન સેવી લીધું છે. માત્ર ઈવેન્ટ જ નહીં સોશિયલ મીડિયા ઉપર પણ તે વધારે પડતી કોઈ પોસ્ટ મૂકતી નથી. હવે આ પાછળનું સાચું કારણ તે એક્ટ્રેસ પોતે જ કહી શકે એમ છે.