Tue Jul 28 2026

Logo

કપડાંની દુકાનમાંથી 21 તલવાર જપ્ત: માલિકની ધરપકડ

2026-02-27 19:29:00
Author: Yogesh D. Patel
Article Image

જાલના: જાલનામાં કપડાંની દુકાનમાંથી 21 જેટલી નાની-મોટી તલવા પોલીસે જપ્ત કરી હતી અને આ પ્રકરણે દુકાનમાલિકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ગુરુવારે મધરાતે અહીંના મહાવીર ચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં રેઇડ પાડી હતી અને શસ્ત્રો જપ્ત કર્યા હતા.

દુકાનના માલિક મનીષ નિલહરિ (43)ની પોલીસે ધરપકડ કરી હતી, જે અજંતાનગરનો રહેવાસી છે. મનીષ નિલહરિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોઇ તેણે તલવાર ક્યાંથી મેળવી હતી અને તેને દુકાનમાં છુપાવી રાખવા પાછળ તેનો ઉદ્દેશ શું હતો, તેની  તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)