Wed May 13 2026

Logo

સુકેશ કેસમાં જેક્લીનનો મોટો યુ-ટર્ન, જેક્લીનને બધાની ખબર હતી છતાં આવું કેમ કર્યુ?

2026-05-12 22:20:32
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં અભિનેત્રી જેક્લીન ફર્નાડિઝે સરકારી સાક્ષી બનવાની ના પાડી દીધી છે. આ અંગે એક અરજી પરની મોટી અપડેટ મળી હતી. સરકારી સાક્ષી બનવા માટે કરેલી અરજી એક્ટ્રેસે પાછી ખેંચી લીધી છે. આ કેસમાં સુકેશ પણ સામેલ છે. જેક્લીનના વકીલે એ વાતની પુષ્ટી કરી હતી કે, સ્પેશ્યલ જજ પ્રશાંત વર્મા સામે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. ઈડીએ એમની અરજીને વિરોધ પણ કર્યો હતો. ઈડીએ કહ્યું કે, ગુના અંગેની વિગત અને ઈતિહાસની ખબર હોવા છતાં અભિનેત્રી એના સંપર્કમાં રહી હતી. 

નિયમિત રીતે સંપર્કમાં હતી
એક્ટ્રેસે કરેલી અરજીના જવાબમાં એ સ્પષ્ટતા હતી કે, જેકલીન સુકેશના ગુનાહિત ઈતિહાસ અંગે જાણકાર હોવા છતા પણ એમની સાથે નિયમિત રીતે સંપર્કમાં રહી હતી. સુકેશે મની લોન્ડ્રિગ ગુનામાંથી કરેલી કમાણીમાં જેક્લીન માટેના કેટલાક લાભ પણ આપ્યા હતા.ગિફ્ટ અને કેટલીક વસ્તુઓ પણ આપી હતી. માધ્યમો સાથેની સતત વાતચીત અને લાભ પ્રાપ્ત કરતા જેક્લીનનો દાવો સંપૂર્ણ રીતે ફગાવી શકાય એવો છે. એ વાત માનવી થોડી અઘરી છે કે, જેક્લીનને કંઈ ખબર જ ન હતી. આનાથી વિપરીત સુકેશના ગુના અંગેની ખબર હોવા છતા અને ગુનાહિત ઈતિહાસ જાણતી હોવા છતા તે અજાણી બની રહી. ઘણા સમય સુધી એના સંપર્કમાં પણ રહી. 

 અરજી પાછી ખેંચતા અનેક વાતો શરૂ
ચંદ્રશેખર પર વડા પ્રધાન કાર્યાલય (PMO) અને ગૃહમંત્રી વતી કાર્યરત ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારી તરીકે પોતાને રજૂ કરવાનો અને સાતથી આઠ મહિનાના સમયગાળામાં ઉદ્યોગપતિ અદિતિ સિંહ સાથે આશરે ₹200 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સામે આવ્યું છે. આરોપ છે કે તેને ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટો સ્વીકારી હતી, જે તે સમયે એ તેના બોયફ્રેન્ડ હતા. શરૂઆતમાં, ડિસેમ્બર 2021 માં આઠ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે ફરિયાદમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ ન હોતું. તા. 17 ઓગસ્ટ, 2022 ના રોજ, ED એ આ મામલે બીજી પૂરક ફરિયાદ દાખલ કરી હતી આ વખતે, અભિનેત્રીનું નામ પણ આરોપી તરીકે રાખવામાં આવ્યું હતું.હવે આ અરજી પાછી ખેંચવાનો મામલો સામે આવતા અનેક પ્રકારની વાતો એના વિશેની થઈ રહી છે.

વધુ જુઓ...