Fri Aug 28 2026

Logo

શું ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુનું ખરેખર મોત થયું છે? જાણો શું છે દાવા અને હકીકત

tel aviv   2026-03-15 09:25:00
Author: Savan Zalariya
શું ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુનું ખરેખર મોત થયું છે? જાણો શું છે દાવા અને હકીકત

તેલ અવિવ: ગઈ કાલે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનના હુમલામાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું મોત થયું છે. ઈરાનના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે નેતન્યાહૂને ઠાર કરીને મીનાબમાં બાળકીઓના મોતનો બદલો લેવામાં આવ્યો છે. એવામાં ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલય તરફથી દાવો કરવામાં આવ્યો કે વડાપ્રધાન નેતન્યાહૂને સલામત છે.

તુર્કીની એક ન્યુઝ એજન્સી દ્વારા વડાપ્રધાન નેતન્યાહૂના મૃત્યુ અંગેના દાવા અંગે સવાલ પૂછવામાં  વડાપ્રધાન કાર્યાલયના અધિકારી એ જણાવ્યું, “આ ફેક ન્યુઝ છે; વડા પ્રધાન ઠીક છે."

નેતન્યાહૂના હાથમાં છ આંગળી?
અફાવાઓનો દોર નેતન્યાહૂના X  એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા એક વિડીયોથી શરુ થઇ, નેતન્યાહૂની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો જોઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો કે નેતન્યાહૂના જમણા હાથ પર છ આંગળીઓ દેખાઈ રહી છે, જેનાથી એવી અફવાઓ શરુ થઇ કે આ વીડિયો AI જનરેટેડ છે.

વિડીયોમાં નેતન્યાહૂ હાથ ઉંચા કરે છે, ત્યારે નાની આંગળીની બાજુમાં વધુ એક આંગળી જેવું દેખાય છે., સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે આ ‘ક્લાસિક AI ફિંગર ગ્લિચ' ને કારણે થયું, વીડિયો AI જનરેટેડ છે. નેતન્યાહુ મૃત્યુ પામ્યા છે, AI વડે તેમના વિડીયો બનાવવામાં આવી રહ્યા છે.
 

યુએસના એક રાજકીય વિવેચક કેન્ડેસ ઓવેન્સે પણ તેમની X પોસ્ટમાં લખ્યું, "બીબી (નેતન્યાહૂનું ઉપનામ)  ક્યાં છે? તેમની ઓફિસ તેમના નકલી AI વિડિઓઝ કેમ શેર કરી રહી છે અને ડિલીટ કરી રહી છે અને વ્હાઇટ હાઉસમાં કેમ ભારે ગભરાટ છે?"  
 

X ના AI ચેટબોટ ગ્રોકે આ અફવાઓને તરત ધ્યાનમાં લીધી અને પોસ્ટના જવાબમાં જણાવ્યું કે જે વધારાની આંગળી દેખાઈ રહે છે ખરેખર વિઝ્યુઅલ ઇલ્યુઝન છે, વિડીયોમાં છેડછાડનો સંકેત નથી..