રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી પર હુમલો, વૈશ્વિક ગેસ સપ્લાયના 20 ટકા હિસ્સા પર સંકટ
દુબઈઃ વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઇઝરાયલી હુમલાના કલાકો પછી ઈરાને કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી પર બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. કતાર એનર્જી કંપનીએ પુષ્ટી કરી હતી કે હુમલાથી સુવિધાને સૌથી મોટું નુકસાન થયું છે અને આગ લાગી હતી ઈરાને કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર મિસાઇલો છોડી હતી, જેના કારણે નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે.
વર્ષે 12.8 મિલ્યન ટન એલએનજીનું પ્રોડક્શન બંધ રહેશે
આ હુમલા અંગે કતાર એનર્જીના સીઈઓ અને કતાર એનર્જી પ્રધાન સાદ અલ કાબીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે રાસ લાફાન ઈન્ડસ્ટ્રિયલ સિટી પરના હુમલાથી એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગેસ)ની નિકાસ ક્ષમતાના લગભગ 17 ટકા ભાગને અસર થઈ છે. એનાથી વર્ષે 20 અબજ ડોલરની આવકનું નુકસાન થયું છે. આ હુમલો રાસ લાફાનના બે એલએનજી ટ્રેન (જે ગેસને લિક્વિફાઈડ બનાવનારા યુનિટ્સ છે) અને એક ગેસ-ટૂ લિક્વિડ (જીટીએલ) પ્લાન્ટને ગંભીર નુકસાન થયું છે. એના મરમ્મતને ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે, જેના કારણે વર્ષે લગભગ 12.8 મિલ્યન ટન એલએનજીનું ઉત્પાદન ઠપ રહેશે.
રાસ લાફાન દુનિયાનું સૌથી મોટું એલએનજી પ્રોડ્કશનનું હબ છે, જ્યાં ગ્લોબલ સપ્લાયનો 20 ટકા હિસ્સો આવે છે. કતાર એનર્જીએ હુમલા પછી એલએનજી અને એના સંબંધિત ઉત્પાદનને રોકી દેવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ઈટલી, બેલ્જિયમ, ચીન અને દક્ષણિ કોરિયા જેવા દેશમાં જનારા દેશમાં લોંગ ટર્મ એલએનજી સપ્લાય પર ફોર્સ મેજર જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલાને કારણે ફક્ત ગેસની સપ્લાય જ નહીં કરી શકીએ. આ અગાઉ પણ પાંચ વર્ષ સુધી લાગુ કરવામાં આવ્યું હતું.
આ હુમલા પછી ગઈકાલે કતારના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાને કુલ પાંચ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેમાંથી મોટાભાગની મિસાઇલોને અટકાવી દેવામાં આવી હતી, પરંતુ એક મિસાઇલ રાસ લાફાનમાં પડી હતી, જેના કારણે આગ લાગી હતી અને વ્યાપક નુકસાન થયું હતું. રાસ લાફાન વિશ્વનું સૌથી મોટું એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર છે.
કતાર એનર્જીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે ઈઝરાયલે બુધવારે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર હુમલો કર્યો. આ હુમલામાં ઈરાનના પેટ્રોકેમિકલ સંકુલને નિશાન બનાવવામાં આવ્યું હતું. ગુસ્સે ભરાયેલા ઈરાને બદલો લેતા સાઉદી અરેબિયા, યુએઈ અને કતારમાં એનર્જી પ્લાન્ટ પર હુમલાઓ કર્યા હતા. કતારના વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે
ઈરાને સાઉદી અરેબિયા પર પણ મિસાઇલો છોડી હતી. સાઉદી સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાધ તરફ જતી ચાર બેલિસ્ટિક મિસાઇલોને અટકાવવામાં આવી હતી પરંતુ તે અનેક સ્થળોએ પડી હતી, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા.