Thu Apr 16 2026

Logo

સોશિયલ મીડિયા પર ઈરાનનો મીમ એટેક! TACO કહીને ટ્રમ્પની મજાક ઉડાવી

Tehran   2026-04-08 13:15:00
Author: Savan Zalariya
Article Image

તેહરાન: 28 ફેબ્રુઆરીના રોજ યુએસ અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કરીને મધ્યપૂર્વમાં વધુ એક સંઘર્ષ છેડ્યો હતો, ઈરાને ઇઝરાયલ અને મધ્યપૂર્વમાં યુએસના લશ્કરી મથકોને નિશાન બનાવી હુમલા કર્યા હતાં. આ ઘાતક સશસ્ત્ર સંઘર્ષ દરીયાન સોશિયલ મીડિયા પર “મીમ વોર” શરુ થઇ હતી. હવે જ્યારે ઈરાનની શરતો માનીને યુએસ બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે, ઈરાને ટ્રમ્પ પર કટાક્ષ કરતા મીમ્સ શેર કર્યા છે.

સંઘર્ષ શરુ થયા બાદ ઈરાનની એજન્સીઓ અને વિવિધ દેશની એજન્સીઓએ યુએસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પર ધારદાર કટાક્ષ કરતા મીમ્સ શેર કર્યા હતાં, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. યુદ્ધવિરામ જાહેર થયા બાદ ઈરાનની એનિમેશન ટીમે તરત કામે લાગી ગઈ હતી અને લેગો-થીમ એનિમેશન વિડીયો શેર કર્યો છે, જેમાં યુએસ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવવામાં આવી છે અને ઈરાનની જીતની ઉજવણી દર્શાવવામાં આવી છે.

ટ્રમ્પ લેગો-વર્ઝન:
એનિમેશન વિડીયોની શરૂઆતમાં ટ્રમ્પ લેગો-વર્ઝન જોવા મળે છે, ટ્રમ્પ ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહી વિશે યુએસ ભાગીદારોની સલાહ લઈ રહ્યા છે. ગલ્ફ સાથીઓ ઈરાન પર સીધા આક્રમણમાં જોડવાનો ઇનકાર કરે છે, ત્યારે ટ્રમ્પ ગુસ્સે ભરાઈને ઈરાન તરફ હુમલો કરવા માટે લાલ બટન દબાવતા જોવા મળે છે.

એનિમેશનમાં ઈરાનના ઇસ્ફહાન અને કરજમાં થયેલા હુમલા, તેમજ ઈરાનના મુખ્ય પાવર પ્લાન્ટ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર યુએસ હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે. જવાબમાં ઈરાને ઇઝરાયલ, યુએઈ, સાઉદી અરેબિયા અને કુવૈત પર કરેલા હુમલા પણ દર્શાવવામાં આવ્યા છે. ઈરાનના LEGO કેરેક્ટર ક્ષતિગ્રસ્ત માળખાનું મેન્ટેનન્સ કરતા જોવા મળે છે.
આ એનિમેશન વિડીયોના અંતે જોવા મળે છે કે ટ્રમ્પના પરસેવાથી રેબઝેબ છે, ઈરાનનો 10-પોઇન્ટનો શાંતિ પ્રસ્તાવ માની લે છે.


વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું,  દુનિયાને સામ્રાજ્યવાદને કચડી નાખવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે. ટ્રમ્પે શરણાગતિ સ્વીકારી. ઈરાનની જીત થઇ. TACO ટાકો હંમેશા TACO જ રહેશે."

 

TACO શું છે?
"TACO"એ “ટ્રમ્પ ઓલવેઝ ચિકન્સ આઉટ"નું ટૂંકાક્ષરી છે. યુએસના એક પ્રમુખ અખબારના એક કટારલેખકે ડોનાલ્ડ ટ્રમ્પને "TACO"ને ચીડાવ્યા હતાં. વેપાર અથવા લશ્કરી કાર્યવાહી પર મોટી ધમકીઓ આપવાની અને પછી પીછેહઠ કરવાની તેમની ટ્રમ્પની પેટર્નનો ઉલ્લેખ કરવા TACO શબ્દ વાપરવામાં આવી રહ્યો છે.