Wed Apr 29 2026

Logo

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ ગઈ? આ 4 શરતોએ બગાડ્યો ખેલ

Tehran   2026-04-12 11:27:00
Author: Vimal Prajapati
Article Image

તહેરાન / ન્યૂ યોર્કઃ ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાનું કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી. શાંતિ મંત્રણા માટે ના તો અમેરિકા સહમત થયું તે કે ના ઈરાન! એટલે કે ઇસ્લામાબાદ શાંતિ મંત્રણાની બેઠક નિષ્ફળ રહી છે. આ બેઠક 21 કલાક સુધી ચાલી હતી, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ આખરે કોઈ સારૂ પરિણામ આવ્યું નહીં! ચાલો જાણીએ શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ રહી?

આ બેઠક દરમિયાન બંને પક્ષો પોતપોતાની શરતો પર અડગ રહ્યા, જેના કારણે કોઈ પણ કરાર થઈ શક્યો નહીં. આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે સ્પષ્ટપણે જણાવ્યું કે, અમે 21 કલાક સુધી સતત વાતચીત કરી, પરંતુ ઈરાને અમારી પ્રસ્તાવિત શરતો સ્વીકારી નહીં. આ સાથે ઈરાની મીડિયાએ પણ પુષ્ટિ કરી કે વાટાઘાટોનો પ્રથમ દિવસ અનિર્ણિત રીતે સમાપ્ત થયો. વાટાઘાટોનો બીજો રાઉન્ડ અપેક્ષિત હતો, પરંતુ આખરે સંવાદ તૂટી પડ્યો. જાણો કઈ ચાર મુખ્ય શરતોએ આ મડાગાંઠનું કારણ બન્યું!

શાંતિ મંત્રણા દરમિયાન આ ચાર મુદ્દાએ ખેલ બગાડ્યો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાએ હોર્મુઝ દરિયાઈ માર્ગને કોઈ પણ શરત વિના ખોલી દેવામાં માટે કહ્યું હતું. તેના માટે ઈરાન ના તો કઈ ફી લેશે કે ના કોઈ ટેક્સ લેશે, પરંતુ આ શરત ઈરાને સ્વીકારી નથી. ઈરાને આ માર્ગ પોતાના અધિકારને માન્યતા આપવા માટે માંગ કરી હતી. ઈરાને આ માર્ગ બંધ કર્યો તેના કારણે 20 ટકા આયાત-નિકાસને અસર થઈ છે. 

આ બેઠક દરમિયાન ઈરાને લેબનોને અને ઇઝરાયલ વચ્ચે કોઈ પણ શરત વિના જ યુદ્ધ વિરામ કરાવવાની માંગ કરી છે. જોકે, અમેરિકાએ ઈરાનની આ માંગને નકારી દીધી ચે. જેડી વાન્સે આને "વાજબી ગેરસમજ" ગણાવી, પરંતુ ઈરાને આ સમજૂતી સ્વીકારી નહીં. હાલમાં, ઇઝરાયલ લેબનોનમાં હુમલાઓ કરી રહ્યું છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાંતિ મંત્રણા દરમિયાન ઈરાનની મુખ્ય માંગણીઓ એ હતી કે તેની અવરોધિત વિદેશી સંપત્તિઓ મુક્ત કરવામાં આવે, આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે અને તેને પરમાણુ સંવર્ધનનો અધિકાર આપવામાં આવે પરંતુ અમેરિકા આ માટે કોઈ પણ કાળે મંજૂર થઈ શકે તેમ નથી. 

યુદ્ધ દરમિયાન થયેલા નુકસાન માટે ઈરાને વળતર માંગ્યું

આ સાથે અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાઓ કરવામાં આવ્યાં તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ઈરાને માંગ કરી છે કે, આ યુદ્ધમાં થયેલા નુકસાનની અમેરિકા ભરપાઈ કરે! મૂળ વાત એ છે કે, ઈરાને યુદ્ધ દરમિયાન થયેલા નુકસાન માટે વળતર અને સમગ્ર પ્રદેશમાં વ્યાપક યુદ્ધવિરામની માંગણી પણ કરી પરંતી આ માંગણીઓ યુનાઇટેડ સ્ટેટ્સે ફગાવી દીધી હતી. જેના કારણે શાંતિ મંત્રણાનો ભંગ થયો છે, હવે આગળ શું થશે તે જોવાનું રહેશે.