Fri Aug 28 2026

Logo

ઈરાને કુવૈત-દુબઈ પર કર્યો હુમલો, યુક્રેનના ડ્રોન સિસ્ટમ સેન્ટરનો કર્યો ખાતમો

Dubai   2026-03-28 17:36:07
Author: Mumbai Samachar Team
ઈરાને કુવૈત-દુબઈ પર કર્યો હુમલો, યુક્રેનના ડ્રોન સિસ્ટમ સેન્ટરનો કર્યો ખાતમો

MidnightVisions (X)


દુબઈઃ મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાન લડી લેવાના મૂડમાં છે. અખાતી દેશમાં હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને સંયુક્ત આરબ અમિરાતમાં સ્થિત યુક્રેની ડ્રોન સિસ્ટમ પર હુમલો કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે, અમેરિકી સૈન્ય દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો. ઈઝરાયલ અમેરિકાને આ રીતે મદદ કરી રહ્યો હતો. અમેરિકાની મદદ માટે તેને એક્ટિવ કરવામાં આવી હતી.

અમેરિકી સૈન્ય કેમ્પ નિશાના પર
ઈરાની અધિકારી ખાતમ અલ અનબિયાએ જણાવ્યું હતું કે,  દુબઈમાં અમેરિકી કમાન્ડો અને સૈનિકોના ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.આ સાથે દુબઈમાં સ્થિત યુક્રેનની ડ્રોન સિસ્ટમના સેન્ટર, જેમાંથી અમેરિકાને પણ મદદ મળી રહી હતી એનો પણ ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. આ પહેલા શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અચાનક સંયુક્ત આરબ અમીરાતની યાત્રા કરી બન્ને દેશ વચ્ચે રક્ષા સહયોગ માટેની ચર્ચા કરી હતી. એ પછી બે દેશ વચ્ચે સહમતી બની હતી. ઈરાને આ સિસ્ટમ તોડી પાડી છે. ઈરાને એવો પણ દાવો કર્યો કે, માત્ર આ સિસ્ટમ જ નહીં મિસાઈલ પણ તોડી પાડવામાં આવી છે. યુદ્ધ શરૂ થયા બાદ આને પહેલો ઈરાન તરફથી મોટો હુમલો માનવામાં આવે છે. 

શરણાગતિની વાત કરી
ઈરાનના હુમલાની સામે ઈઝરાયલે પણ ઈરાનના પરમાણું વિસ્તાર પર હુમલો કરી દીધો હતો. રિપોર્ટ અનુસાર હઝરત ખાતમ અલ-અંબિયાના કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે, આ પ્રદેશમાં યુએસ બેઝ પર ઈરાનના હુમલાઓ બાદ, યુએસ લશ્કરી કર્મચારીઓ આ ઠેકાણાઓમાં પીછેહઠ કરી ગયા હતા. પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઠેકાણાઓમાં 500 થી વધુ યુએસ સૈનિકો હતા. લગભગ 400 પ્રથમ સ્થાને અને 100 બીજા સ્થાને. IRGC એ આ સ્થાનોને ઓળખી કાઢ્યા હતા અને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા,જેના પરિણામે ભારે જાનહાનિ થઈ હતી. ટ્રમ્પ અને યુએસ લશ્કરી કમાન્ડરોને સ્પષ્ટપણે સમજાયું હશે કે, આ પ્રદેશ અમેરિકન સૈનિકો માટે કબ્રસ્તાન બની જશે,  તેમની પાસે વીર અને ઇસ્લામના બહાદુર યોદ્ધાઓની ઇચ્છા સમક્ષ શરણાગતિ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.