Sun Sep 13 2026

Logo

પાયલોટ રેસ્ક્યુ કરવા ગયેલા USના મિલિટરી પ્લેન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા, ઈરાનનો દાવો

Tehran   2026-04-05 15:19:00
Author: Savan Zalariya
પાયલોટ રેસ્ક્યુ કરવા ગયેલા USના મિલિટરી પ્લેન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા, ઈરાનનો દાવો

તેહરાન: આજે રવિવારે યુએસ રાષ્ટ્રપતિ એ જાહેરાત કરી હતી કે ઈરાનમાં ગુમ થયેલા ફાઈટર જેટ પાયલોટને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે, તેને બચાવવા માટે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એવામાં ઈરાને દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં યુએસને મોટું નુકશાન પહોંચ્યું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું કે એક ટ્રાન્સપોર્ટ પ્લેન સહિત યુએસના "ફ્લાઈંગ ઓબ્જેક્ટ"નો નાશ કરવામાં આવ્યો છે, જેમાં યુએસના પાંચ સૈનિકો માર્યા ગયા છે.

ઈરાનની આર્મ્ડ ફોર્સીઝના યુનિફાઇડ કમાન્ડ ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મુજબ ઇસ્ફહાન પ્રાંતના દક્ષિણમાં એક C-130 મિલીટરી ટ્રાન્સપોર્ટ પ્લેન અને બે બ્લેક હોક હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે. ઈરાની સેનાએ એક ઇઝરાયલી ડ્રોનને પણ તોડી પાડ્યું હોવાનો દવો કર્યો છે.


ઈરાને સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કાર્ય છે રાનમાં કામચલાઉ ફોરવર્ડ ઓપરેશન બેઝના સ્થળે તૂટી પડેલા C-130 વિમાનના બળી ગયેલા અવશેષો જોવા મળી રહ્યા છે.

 


ઈરાને શેર કરેલા અન્ય એક ફોટોમાં તૂટી પડેલા વિમાનમાંથી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે.


યુએસ ઈરાનના આ દાવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. C-130 એરક્રાફ્ટનો ઉપયોગ સામાન્ય રીતે સૈનિકોના પરિવહન, લોજિસ્ટિક્સ અને રેસ્ક્યુ મિશન માટે થાય છે.

ઈરાને અગાઉ યુએસ વાયુસેનાના ઘણાં વિમાનો તોડી પાડ્યા છે, જે સંકેત આપે છે કે ઈરાનની ડિફેન્સ સિસ્ટમ સક્રિય છે અને મોટા લશ્કરી વિમાનોને નિશાન બનાવવામાં સક્ષમ છે.

F-15 પાયલટને બચાવી લીધો હોવાની ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટની મજાક ઉડાવતા ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ-બઘેર ગાલિબાફે કહ્યું, "જો અમેરિકા આવી હજુ ત્રણ જીત મળશે, તો તે સંપૂર્ણપણે બરબાદ થઈ જશે."