Tue May 19 2026

Logo

ઈરાનના કેશમ દ્વીપ પર પ્રચંડ વિસ્ફોટથી ખળભળાટ, સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર

Tehran   2026-05-19 19:16:31
Author: Mumbai Samachar Team
Article Image

Gallo Images/Orbital Horizon/Copernicus Sentinel Data 2026/(ANI)


તહેરાનઃ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલમાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે. મંગળવારે ઈરાનના કેશમ દ્વીપ પર હુમલો થતા ફરી યુદ્ધનો અવાજ પડઘાયો છે. પ્રચંડ વિસ્ફોટના અવાજ સંભળાતા પ્રજા ફરીવાર ફફડી ઊઠી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વિસ્તાર હોર્મુઝ સ્ટ્રેટથી ખૂબ નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્ફોટ બાદ ઈરાન ગાર્ડ અને એર ડીફેન્સ સિસ્ટમને ફરી એક્ટિવ કરી દેવામાં આવી છે. આ વિસ્ફોટથી ફરી એકવાર મિડલ ઈસ્ટનો માહોલ બગડ્યો છે. 

શંકાસ્પદ ડ્રોન બાદ ગાર્ડ સક્રિય
મીડિયા રિપોર્ટ અનુસાર કોઈ શંકાસ્પદ ડ્રોન આ વિસ્તારમાં જોવા મળ્યું હતું. એ પછી ઈરાનના સૈન્યને એલર્ટ આપવામાં આવ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ આ વિસ્ફોટની માહિતી આપી હતી. રાહતની વાત એ છે કે, આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કોઈ જાનમાલને નુકસાન થયું નથી.ઈરાનની મીડિયા રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ જૂના વિસ્ફોટકોને નિયંત્રિત કરવા નિષ્ક્રિય કરવા દરમિયાન થયો છે. આ એક નિયમિત સુરક્ષા અભિયાનનો એકભાગ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેહરાન દ્વારા વોશિંગટનના નવા પ્રયાસ અંતર્ગત તેમણે ઈરાન પર હુમલો કરવાની યોજનાને રાકી દીધી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે,ઈરાનના પરમાણું કાર્યક્રમને સીમિત કરતી સમજૂતી સુધી પહોંચવા માટેની વિચારધારા સારી છે. 

યોજના ટાળી દીધી
આ એક શક્યતા છે પણ મેં આ વિષય સંબંધી યોજના હાલ પૂરતી ટાળી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, ઈરાન સાથે શાંતિથી વાત થશે અને સમજૂતી પણ થશે. પશ્ચિમ એશિયાના ઘણા દેશે ઈરાન પર હુમલો હવે ન કરવાની વાત કરી છે.ટૂંક જ સમયમાં સમજૂતી થઈ જશે. સાઉદી અરેબિયા સહિત કતાર જેવા દેશે અમેરિકાને સવાલ કર્યા છે. આ પરથી કહી શકાય છે કે, ટૂંક સમયમાં આ મુદ્દે સમજૂતી થઈ જશે. અમેરિકા ઈરાન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ઘને કારણે સમગ્ર એશિયા સહિત અનેક દેશની સપ્લાય ચેઈન સિસ્ટમ ખોરવાઈ ચૂકી છે. ખાસ કરીને ગેસ અને તેલની સપ્લાયમાં બ્રેક લાગતા અનેક ઉદ્યોગો સુધી આની માઠી અસર થઈ છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ માહોલ વચ્ચે હવે સમજૂતી લાંબા સમય માટે થઈ અને બધુ યોગ્ય રહ્યું તો અનેક મોરચા પર મોટી રાહત શક્ય છે. 

શાંતિની અપીલ
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. બંને દેશો વચ્ચેના સૈન્ય ઘર્ષણ અને આક્રમક નિવેદનોએ મધ્ય પૂર્વમાં ભારે અફરાતફરી મચાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વ્યૂહાત્મક વિસ્તારોમાં સૈન્ય તૈનાતી અને સંભવિત હુમલાની આશંકાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવો આસમાને પહોંચ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા બંને પક્ષોને શાંતિ જાળવવા અને વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવા માટે તાકીદની અપીલ કરવામાં આવી છે