Wed Jun 17 2026

Logo

ઈરાન હવે લડી લેવાના મૂડમાં, અમેરિકાના દાંત ખાટા કરવા અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ પર હુમલો

tehran   2026-03-25 22:20:09
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈ કોઈ સંજોગોમાં અટકે એવા કોઈ અણસાર દેખાતા નથી. અમેરિકાએ દાવેબાજી કર્યા બાદ ઈરાન હવે લડી લેવાના મૂડમાં છે. ઈરાન હવે વળતા હુમલા કરીને અમેરિકાને હંફાવી રહ્યો છે. ઈરાનની નૌસેના દ્વારા ક્રૂઝ મિસાઈલ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલો થોડા સમય માટે ભલે રોકી રાખ્યો હોય પણ ઈરાન પીછેહટ કરવાની કોઈ રીતે તૈયારીમાં નથી. 

દરેક હુમલાનો વળતો જવાબ
મિડલ ઈસ્ટમાં ઈરાને વળતા હુમલા યથાવત રાખતા હવે સંકટ ઘેરાઈ રહ્યું છે. ઈરાને દાવો કર્યો હતો કે, અમેરિકાના યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર ક્રૂડ મિસાઈલથી હુમલો કરાયો છે. ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી સ્ટ્રાઈક ગ્રૂપના જહાજ એમની રેન્જમાં આવશે તો હજુ વધારે મિસાઈલથી હુમલો કરવામાં આવશે. ઈરાનના સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે, ઈરાનની નૌસેના ક્રૂડ મિસાઈલ હુમલો કરવા તૈયારછે. અમેરિકાના અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ પર હુમલો કરાયો હતો.હવે આ જહાજ પોતાની જગ્યા બદલી રહ્યું છે. અમે આ જગ્યા બદલવા માટે મજબૂર કર્યું છે. એડમિરલ શહરમ ઈરાનીએએ કહ્યું હતું કે, કરિયર ગ્રૂપની દરેક મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. 

દુશ્મન દેશને જવાબ અપાશે
દુશ્મન દેશ જ્યારે પણ મિસાઈલની રેન્જમાં આવશે એ સમયે ઈરાનની નૌસેના જડબાતોડ જવાબ આપી દેશે. હવે અમેરિકાના યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હવે આ જહાજ ઈરાનના સમુદ્રી વિસ્તારમાં જોવા મળશે તો હુમલો કરી દેવાશે.રિપોર્ટ અનુસાર શહરમે ચિમકી ઉચ્ચારી છે કે, દિવસ અને રાત અબ્રાહમ લિંકન જહાજ પર અમારી નજર રહેશે. અમેરિકાને કોઈ પણ ભોગે જવાબ દેવામાં આવશે. અમેરિકાની કુટનીતિને વ્યર્થ ગણાવ્યા બાદ આ હુમલો કરાયો હતો. ઈરાને આ પહેલા પણ અમેરિકી દાવાને ફગાવ્યા હતા અને કુટનીતિની કોઈ અસર ન થઈ હોવાનું કહ્યું હતું. 

દેખાડો કરી રહ્યું છે અમેરિકા
ઈરાને અગાઉ પણ કહ્યું હતું કે, અમેરિકા માત્ર દેખાડો કરી રહ્યું છે. અમેરિકા દ્વારા રણનીતિના ભાગરૂપે એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શન શરૂઆત હતી. એક રણનીતિમાં અમેરિકા નિષ્ફળ ગયા બાદ તેમણે દાવેબાજી શરૂ કરી દીધી હતી. ટ્રમ્પે સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ ઘટે એવા પ્રયાસ કર્યા હતા. આ માટે કેટલાક પગલાં પણ લીધા હતા. પછી ઈરાનના વીજળી ઘર અને જરૂરી એવા આંતરમાળખા પર હુમલો કરવાની ચેતવણી આપી હતી.48 કલાકનું એલ્ટિમેટમ આપ્યું હતું. જોકે, સતત વધી રહેલા તણાવગ્રસ્ત માહોલ વચ્ચે અમેરિકાની નજર હોર્મુઝ પર છે. ખાસ કરીને તે કોઈ તેલ ટર્મિનલને નુકસાન પહોંચાડવા નથી માગતા