Sun Sep 06 2026

Logo

ઈરાનના લશ્કરી વડાની અમેરિકાને ધમકી, કહ્યું એક પણ અમેરિકન સૈનિક જીવિત પરત નહી જાય

Tehran   2026-04-02 16:33:54
Author: Chandrakant Kanoja
ઈરાનના લશ્કરી વડાની અમેરિકાને ધમકી, કહ્યું એક પણ અમેરિકન સૈનિક જીવિત પરત નહી જાય

તહેરાન : અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન વધુ આક્રમક રીતે હુમલા કરી રહ્યું છે. ત્યારે અમેરિકાએ ઈરાનમાં સૈન્ય ઉતારવાની ચીમકી આપી છે. તેવા સમયે ઈરાનના લશ્કરી વડાએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે કો અમેરિકા આ ભૂલ કરશે તો એક પણ અમેરિકન સૈનિક ઈરાનની ભૂમિ પરથી જીવિત પરત નહી જાય. 

દેશ પરથી યુદ્ધનું સંકટ ટળવું જોઇએ

આ અંગે એક  ઈરાનના સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે, આપણા દેશ પરથી યુદ્ધનું સંકટ ટળવું જોઇએ અને દરેક માટે સુરક્ષા હોવી જોઇએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનના જવાબમાં  ઈરાની સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેરાન પાસે શસ્ત્રો અને દારૂગોળોનો છુપાયેલો ભંડાર છે. ઈરાની સૈન્યના  ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ આ નિવેદન જાહેર કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,  તમે જે કેન્દ્રોને નિશાન બનાવવાનું વિચારી રહ્યા છો તે નજીવા છે. અમારું વ્યૂહાત્મક લશ્કરી ઉત્પાદન એવા સ્થળોએ થાય છે જ્યાં તમને કોઈ જાણકારી નથી.

ઈરાન દ્વારા શરૂ કરાયેલા મિસાઇલ હુમલાઓ ઘટયા

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ માં હજારો લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે .જેમાં લશ્કરી થાણાઓ, મિસાઇલ લોન્ચર અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. હાલમાં  ઈરાન દ્વારા શરૂ કરાયેલા મિસાઇલ હુમલાઓ ઘટયા છે.  જોકે ઈરાન હજુ પણ વધુ હુમલાઓ કરવા સક્ષમ છે. તાજેતરમાં  ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ઈરાન અને તેના સાથીઓ સાથે જોડાયેલા 4,000 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે, આ ઉપરાંત 10,000 થી વધુ આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે.