Wed Aug 19 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં તબાહી: જાણો કયા દેશને સૌથી વધુ નુકસાન થયું?

tehran   2026-03-09 16:04:00
Author: Viral Rathod
Article Image

AI Generated Images


તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અનેક લોકોના મૃત્યું થયું છે. દસ દિવસ સુધી અંધારી રાતનો માહોલ ભયાનક રહ્યો છે. ઈરાને જવાબી કાર્યવાહીમાં છોડેલી મિસાઈલ અને ડ્રોન હુમલામાં અનેક લોકોના અકાળે મોત નીપજ્યા છે, હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ યુદ્ધની સૌથી વધુ માઠી અસર ઈરાનને થઈ છે. લેબનોનમાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. અખાતી દેશમાં થયેલા હુમલાને કારણે પ્રજામાં ફફડાટ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઈરાનમાં 1332 લોકોના મોત થયા છે, જ્યારે વિવિધ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તહસનહસ થવાને કારણે મોટો ફટકો ઈરાનને પડ્યો છે.

ઈરાનના અનેક વિસ્તાર નષ્ટ
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર અચાનક કરેલા હુમલાને કારણે ઈરાનના અનેક શહેરમાં ઘણા બધા વિસ્તારો નષ્ટ થઈ ચૂક્યા છે. આ શહેરોમાં ચોતરફ કાટમાળ, ખાલીખમ ઈમારતો, જર્જરિત મકાન અને રસ્તા પર કાટમાળ નજરે પડે છે. સતત હુમલાને કારણે ઈરાનના અનેક શહેરની સ્થિતિ ગંભીર છે. તણાવગ્રસ્ત માહોલમાં સૈન્ય કાર્યવાહીથી ઈરાને જવાબ આપતા આસપાસના ખાડીના દેશમાં પણ વાતાવરણ જોખમી છે. 

અમેરિકાને પણ અસર
અમેરિકાના 8 વ્યક્તિનું મૃત્યું થયા છે, જ્યારે 18 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઈઝારયલમાં 13 લોકોના મોત નીપજ્યા છે અને 2000થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ છે. લેબનન સિટીમાં પણ ચારેય બાજુ વિસ્ફોટકોના ધુમાડા નજરે ચડે છે. સતત હુમલાને કારણે શહેરમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓની અછત ઊભી થઈ રહી છે. ઈરાનથી નજીક આવેલા જોર્ડનમાં 14 લોકોને ગંભીર ઈજા થઈ છે. 

સાઉદી અરેબિયામાં થયેલા હુમલામાં હજુ સુધી કોઈ ભારતીયના મૃત્યુંના સમાચાર નથી. સાઉદી અરેબિયામાં આવેલા ભારતીય દૂતાવાસે આ અંગે ખાતરી આપી છે. ઈરાન ઈઝરાયલના યુદ્ધના કારણે માત્ર લોકો જ નહીં સમગ્ર અર્થવ્યવસ્થાનો ખો થઈ ચૂક્યો છે. ઈરાન હવે બદલો લેવાના મૂડમાં છે, અમેરિકાના સૈન્ય ઠેકાણાને મોટું નુકસાન થયું છે. આ માહોલમાં હવે નવો વળાંક આવે તો જ નવાઈ.

ક્યા દેશમાં કેટલા મોત?
. કુવૈતઃ 6 મોત, હજારો માણસોને ઈજા
. તહેરાનઃ એકનું મોત, 40 ને ઈજા
. કતારઃ 16 લોકોને ગંભીર ઈજા
. યુએઈઃ ચારનાં મોત, 112ને ઈજા
. ઓમાનઃ એકનું મોત, 5ને ઈજા
. સાઉદી અરેબિયાઃ 12ને ઈજા 2નાં મોત