નવી દિલ્હીઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ ભારત માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. જેના જવાબમાં ઈરાન મધ્યપૂર્વમાં અનેક દેશો પર હુમલો કરી રહ્યું છે. ઈરાને કતરના રાસ લફાનમાં આવેલા સૌથી મોટા ગેસ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલો ભારત માટે ચિંતાનું કારણે કેમ બન્યો? ચાલો વિગતે જોઈએ...
ગેસ સપ્લાય સંપૂર્ણ રીતે ઠપ થઈ શકે
કતરનો ગેસ પ્લાન્ટ નષ્ટ થયો હોવાના કારણે ગેસ સપ્લાટ સંપૂર્ણ રીત ઠપ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો આ પુરવઠો ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે, તો ભારતના ઘણા પ્રદેશોમાં વીજળી કાપ અને ઔદ્યોગિક બંધ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, પ્રાકૃતિક ગેસ માટે ભારત સૌથી વધારે કતર પર નિર્ભર છે. આ હુમલાના કારણે ભારત દ્વારા કરવામાં આવતી ગેસની કુલ આયાતમાં 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. રાસ લફાનના ગેસ પ્લાન્ટ પર હુમલો થતા ભારતની ગેસ આયાત પર અસર થઈ શકે છે.
સરકારે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું
આ ગંભીર ગેસની અછતને ધ્યાનમાં રાખતા ભારત સરકારે સાવચેતીના પગલાં લેવાનું શરૂ પણ કરી દીધું છે. મહત્વની વાત એ છે કે, ગેસની અછતના કારણે સૌથી મોટી અસર વીજળી ઉત્પાદન અને ખાતરના કારખાનાઓ પર સીધી રીતે થવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પીએનજી અને સીએનજી ગેસની બચત માટે સરકાર ઉદ્યોગોને આપવામાં આવતા ગેસના પુરવઠામાં કાપ મૂકી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
યુદ્ધના કારણે દરિયાઈ માર્ગો સુરક્ષિત નથી
વર્તમાનમાં મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમુદ્દ માર્ગો પણ સુરક્ષિત નથી. ગેસ પુરવઠાની આયાત માટે આપણે સૌથી વધારે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અત્યારે આ માર્ગ અત્યારે બંધ થઈ ગયો છે. ખાસ કરી હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ હોવાના કારણે અહીંથી જહાજો પસાર થઈ શકતા નથી. આના કારણે ભારતને પણ અસર થઈ રહી છે.
જો કે, સરકારે થોડી દિવસ પહેલા જ કૂટનીતિથી એલપીજી ટેન્કરના જહાજોને હોર્મુઝ પાર કરાવીને ભારત લાવ્યાં છે. પરંતુ વર્તમાન સ્થિતિના કારણે ભારતે ગેસની આયાત માટે બીજો વિકલ્પ શોધવો પડશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે.