Mon Jun 01 2026

Logo

IPL 2026 સમાપન: જાણો 10 ટીમનું રિપોર્ટ કાર્ડ અને આગામી સીઝનમાં શું થઈ શકે ફેરફાર?

2026-06-01 22:36:46
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2026માં ચેમ્પિયન બની હતી. ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સે હરાવીને સતત બીજું ટાઈટલ જીત્યું હતું. આગામી વર્ષની આઈપીએલમાં અનેક ટીમોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. અહીં જાણો તમામ ટીમોનું આ સીઝનમાં પ્રદર્શન કેવું રહ્યું અને તેઓ આગામી સીઝન અગાઉ શું બદલવા માંગશે.

18 વર્ષથી આઈપીએલ ટાઇટલ ન જીતી શકનારી આરસીબીએ સતત બીજી વખત ટાઈટલ જીત્યું છે. મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે એક ચેમ્પિયન ટીમ બનાવી છે જે મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.

આરસીબી ઈચ્છશે કે નજીકના ભવિષ્યમાં કોઈ મેગા ઓક્શન ન થાય. ટીમના મોટાભાગના ખેલાડીઓ તેમની રમતને દરેક સીઝનમાં આગામી સ્તરે લઈ જઈ રહ્યા છે. આ સીઝનમાં તેમની માનસિકતા આક્રમક રીતે બીજી ટ્રોફીનો પીછો કરવાની હતી. સુપરસ્ટાર વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવૂડ ટીમની જીતના હીરો રહ્યો હતો.

ગુજરાત તરફથી શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલર ટોચના ક્રમે રન કરી રહ્યા છે. જોકે મિડલ ઓર્ડર સીઝનમાં નિષ્ફળ રહ્યો હતો. તેમની બોલિંગ કદાચ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ હતી. પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની ટીમે આ સીઝનમાં ધીમી શરૂઆત બાદ સારુ પ્રદર્શન કર્યું હતું. અંતે એલિમિનેટરમાં વૈભવ સૂર્યવંશી અને જોફ્રા આર્ચરના પ્રદર્શને તેમને પાછળ છોડી દીધા હતા. તેમના માટે મોટા હકારાત્મક પાસાઓમાં પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈન જેવા ઝડપી બોલરોનો ઉદય હતો.

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને ઇશાન કિશન જેવા વિસ્ફોટક  બેટ્સમેને ટોચના ક્રમે ફરીથી રન કર્યા. ચોથા નંબર પર હેનરિક ક્લાસેન સ્ટેન્ડઆઉટ બેટ્સમેન હતો જેણે 160ના સ્ટ્રાઇક રેટથી 624 રન કર્યા હતા.


રાજસ્થાન રોયલ્સ 15 વર્ષના બાળક વૈભવ સૂર્યવંશી પર ખૂબ નિર્ભર હતું, જેણે સીઝનમાં 237.30 ના આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી 776 રન સાથે સૌથી વધુ રન ફટકાર્યા હતા. આર્ચરે 25 વિકેટ ઝડપી હતી. આ બંન્ને સિવાય કોઈ બેટ્સમેન કે બોલર મેચ વિનિંગ પ્રદર્શન કરી શક્યો નથી. ધ્રુવ જુરેલે બેટ્સમેન તરીકે શાનદાર સીઝનનો અનુભવ કર્યો હતો.

આઈપીએલના પહેલા હાફની સૌથી પ્રભાવશાળી ટીમ રહેલી પંજાબ કિંગ્સના ખરાબ પ્રદર્શને બીજા હાફમાં પ્લે-ઓફની તકો બગાડી નાખી હતી. સતત છ મેચ હારી ગઈ હતી. તેમની બેટિંગે ખરાબ બોલિંગને ઢાંકી દીધી હતી. કેપ્ટન શ્રેયસ ઐયર માટે સીઝન સારી રહી હતી. પરંતુ ટીમે હરાજીમાં તેની બોલિંગને મજબૂત બનાવવી પડશે.

સતત બીજી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ અક્ષર પટેલની કેપ્ટનશીપમાં પ્લે-ઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. આ બીજી સીઝન હતી જ્યાં કેએલ રાહુલે 500થી વધુ રન કર્યા હતા. ટીમ પાસે બેટિંગ ફાયરપાવર નહોતો. બોલિંગમાં પણ જરૂરી તાકાત નહોતી.

કેકેઆરે તેમની પ્રથમ છ મેચ હાર્યા બાદ 10 ટીમોમાંથી સાતમા સ્થાને રહીને સારું પ્રદર્શન કર્યું. એવી પ્રબળ શક્યતા છે કે અજિંક્ય રહાણેએ આઈપીએલમાં તેની છેલ્લી સીઝન રમી છે. કેમરૂન ગ્રીન પાસે પણ યાદ રાખવા જેવી સીઝન નહોતી.

પાંચ વખતની ચેમ્પિયન ટીમ 2023માં ટાઇટલ જીત્યા પછી પ્લે-ઓફમાં સ્થાન મેળવી શકી નથી. ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળની ફ્રેન્ચાઇઝીને અભિગમ બદલવાની જરૂર છે. સૌ પ્રથમ એમએસ ધોની વિશે સ્પષ્ટતા હોવી જોઈએ જેથી તેઓ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનના નેતૃત્વ હેઠળના ગૌરવપૂર્ણ દિવસોથી આગળ વધી શકે. 

ઈજાને કારણે તેણે આ સીઝનમાં એક પણ મેચ રમી નથી, પરંતુ ધોની સિવાય કોઈને ખબર નથી કે આગામી સીઝનમાં શું થશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ છોડવા માટે તૈયાર હોવાથી સીએસકે તેને પોતાની સાથે સામેલ કરી શકે છે.

ભારતના સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આ સીઝનમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન કર્યું. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા માટે આ સીઝન ખરાબ રહી હતી. રોહિત શર્માએ ટોચ પર સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ઈજાના કારણે તેની સીઝન પર અસર પડી હતી. ટીમ મેનેજમેન્ટ અને માલિક આગામી સીઝનમાં કેપ્ટનશીપ માટે કોને પસંદ કરે છે તે જોવાનું બાકી છે.

ઋષભ પંતના લખનઉની કેપ્ટનશીપ છોડ઼યા બાદ આગામી સીઝન માટે સુધારાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોહમ્મદ શમી, મોહસીન ખાન અને પ્રિન્સ યાદવના નેતૃત્વ હેઠળના બોલરોએ પ્રભાવિત કર્યા. મોહસીન એકમાત્ર બોલર હતો જેણે સૂર્યવંશીને અભૂતપૂર્વ મેડન ઓવર ફેંકી હતી. પંત અને નિકોલસ પૂરને નિરાશ કર્યા હતા. ટીમ કોને કેપ્ટન બનાવે તેના પર સૌની નજર રહેશે.