Thu May 07 2026

Logo

ફાઇનલનું યજમાનપદ અમારા બેંગ્લૂરુ પાસેથી છીનવીને અમદાવાદને કેમ આપી દીધું?: કર્ણાટક ક્રિકેટ અસોસિયેશન

2026-05-06 22:21:25
Author: Ajay Motiwala
Article Image

બેંગ્લૂરુઃ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશને આઇપીએલ-2026ની ફાઇનલનું યજમાનપદ બેંગ્લૂરુના હાથમાંથી લઈને અમદાવાદને સોંપાયું એ વિશે નારાજગી વ્યક્ત કરી છે.

રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) ડિફેન્ડિંગ ચૅમ્પિયન હોવાથી પરંપરા મુજબ આ વખતની ફાઇનલમાં એના હોમ-ગ્રાઉન્ડ એટલે કે બેંગ્લૂરુ (BENGALURU)ના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ બીસીસીઆઇએ ફાઇનલનું સ્થળ બેંગ્લૂરુ નહીં, પણ અમદાવાદ (AHMEDABAD) હોવાની જાહેરાત કરી છે.

બીસીસીઆઇએ એવું કારણ આપ્યું છે કે ક્રિકેટ બોર્ડે જે માર્ગરેખા નક્કી કરી છે અને જે પ્રૉટોકૉલ બનાવ્યા છે એના પરિપ્રેક્ષ્યમાં (બેંગ્લૂરુના) સ્થાનિક ક્રિકેટ અસોસિયેશન તથા સત્તાધીશોની જરૂરિયાતો બંધબેસતી ન હોવાથી આ નિર્ણય લેવાયો છે.

ક્વૉલિફાયર-1 26મી મેએ ધરમશાલામાં, એલિમિનેટર 27મી મેએ ન્યૂ ચંડીગઢમાં, ક્વૉલિફાયર-2 29મી મેએ ન્યૂ ચંડીગઢમાં અને ફાઇનલ 31મી મેએ અમદાવાદમાં રમાશે.

દરમ્યાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આગામી ઑક્ટોબરમાં બેંગ્લૂરુમાં પાછી રમાતી થશે. 17મી ઑક્ટોબરે આ સ્થળે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી-20 સિરીઝની પાંચમી મૅચ રમાશે.