Tue Aug 25 2026

Logo

ગુનેગારો ડિઝલમાંથી વિસ્ફોટકો બનાવી રહ્યા છે; ઇન્ટરપોલે તમામ દેશો માટે એલર્ટ જાહેર કર્યું...

Huaquillas   2026-02-27 17:17:17
Author: Savan Zalariya
ગુનેગારો ડિઝલમાંથી વિસ્ફોટકો બનાવી રહ્યા છે; ઇન્ટરપોલે તમામ દેશો માટે એલર્ટ જાહેર કર્યું...

Interpol


આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન INTERPOLએ દક્ષિણ અમેરિકાના દેશોમાં ગુનેગારોની નવી મોડસ ઓપરેન્ડી અંગે જાણ કરી છે. અપરાધીઓ હવે ડ્યુઅલ યુઝ કેમીકલ્સનો ઉપયોગ કરીને વિસ્ફોટકો બનાવી રહ્યા છે, જેને કારણે સુરક્ષા સામે જોખમ ઉભું છે. 

અહેવાલ મુજબ અપરાધીઓ કાયદેસર રીતે મળતા ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સને ઉપયોગમાં લઇ ગુપ્ત પદ્ધતિથી વિસ્ફોટક તૈયાર કરી રહ્યાં છે.

ગત વર્ષે નવેમ્બર મહિનામાં કોમ્બિયા, ઇક્વાડોર અને પેરુનાં પોલીસ વિભાગ, ઇમિગ્રેશન વિભાગ અને અન્ય  એજેન્સિયનોએ મળીને 12 દિવસનું સ્પેશીયલ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન બોર્ડર્સ અને બંદરો પર 50,000 થી વધુ વખત દરોડા પાડવામાં આવ્યા હતાં. 

ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સમાંથી બની રહ્યા છે વિસ્ફોટકો:
પેરુ સાથેની સરહદ પાસે આવેલા ઇક્વાડોર હુઆક્વિલાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જાણવા મળ્યું કે ખેતી માટે વાતારાતા વાહનોને ટેન્કરના રૂપમાં ફેરવીને, તેનો ઉપયોગ ડિઝલની દાણચોરી માટે કરવામાં આવી રહ્યો છે. તપાસમાં એમ પણ જાણવા મળ્યું કે ક્રિમિનલ સિન્ડીકેટ કાયદેસર રીતે વેચાતા ઔદ્યોગિક રસાયણોનો ઉપયોગ કરીને ગુપ્ત રીતે વિસ્ફોટકો બનાવી રહ્યા છે, ખાસ કરીને ડીઝલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ મુજબ ત્રણેય દેશોમાંથી 4,000 ડેટોનેટર, 10,450 લિટર ડીઝલ, 60,000 મીટર સેફ્ટી ફ્યુઝ, 2 ટન વિસ્ફોટકો, 18 LPG સિલિન્ડરનો જપ્ત કરવામાં આવ્યા.

ઇન્ટરપોલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું:
એક દરોડા દરમિયાન ઇક્વાડોરની પોલીસને જાહેર બસોંની સમાન રાખવાની જગ્યામાં ડેટોનેટર મળ્યા હતાં. અહેવાલ મુજબ ગુનેગારો પોલીસ પેટ્રોલિંગથી બચવા અન્ય મુસાફરોની મુસાફરી કરી રહ્યા છે. ઇન્ટરપોલના જણાવ્યા મુજબ ક્રિમીનલ અને આતંકવાદી નેટવર્ક હવે કાયદેસર સપ્લાય ચેઇનનો દુરુપયોગ કરી રહ્યા છે.

ઇન્ટરપોલે તમામ 196 સભ્ય દેશોને આ અંગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અગાઉ, દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ આફ્રિકામાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આવી જ મોડસ ઓપરેન્ડીની જાણ થઇ હતી.