Fri May 15 2026

Logo

રેલવેનો મોટો નિર્ણયઃ હવે ટિકિટ ચેકિંગ કેદ થશે કેમેરા, નવા અવતારમાં જોવા મળશે ટિકિટ ચેકર

2026-05-15 21:31:26
Author: Kshitij Nayak
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં વધતા ખુદાબક્ષોની સંખ્યાની સાથે ટિકિટચેકર સાથે પ્રવાસીઓના વધતા વિવાદોને કારણે હવે રેલવે પ્રશાસન ટિકિટચેકરને હાઈટેક બનાવવાની યોજના હાથ ધરી છે. ટૂંક સમયમાં ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર)ને બોડી કેમેરા પહેરેલા જોવા મળશે. રેલવેનું માનવું છે કે આ નવી સિસ્ટમને કારણે પ્રવાસીઓ અને ટીટીઈની સુરક્ષામાં વધારો થશે, જ્યારે તેની સાથે અવનવા વિવાદોનો ઉકેલ આવશે, જ્યારે બનાવટી ફરિયાદોનો પણ ઉકેલ આવશે.

રેલવેએ નવો દાવો કર્યો છે કે નવી સિસ્ટમ અન્વયે ટિકિટ ચેકિંગ વખતે દરેક પ્રકારની એક્ટિવિટી કેમેરામાં કેદ થશે. એટલું જ નહીં, ટિકિટ ચેકિંગ વખતે પ્રવાસીઓની હિલચાલ અને દુર્યવહાર પણ વીડિયોમાં પુરાવા તરીકે રેકોર્ડ કરવામાં આવશે.

20 કલાકનું બેટરી બેકઅપ મળશે
રેલવે દ્વારા ટીટીઈને આપવામાં આવનારા બોડી કેમેરા નાના અને આધુનિક હશે, જેમાં એચડી વીડિયો રેકોર્ડિંગ, નાઈટ વિઝન અને ઓડિયો રેકોર્ડિંગ જેવી સુવિધા હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કેમેરામાં 20 કલાક સુધી બેટરી બેકઅપ મળશે, જે લાંબા અંતરની ટ્રેનોમાં રેકોર્ડિંગ પણ કરી શકાશે. એટલું જ નહીં, કેમેરામાં ટેમ્પર પ્રુફ બનાવવામાં આવ્યા છે, જે રેકોર્ડિંગમાં થનારી છેડછાડ કરવાનું પણ સરળ હશે નહીં.

રિઝલ્ટ મળ્યા પછી દેશમાં શરુ કરાશે
હાલના તબક્કે આ વ્યવસ્થા પાયલટ પ્રોજેક્ટ અન્વયે મર્યાદિત ઝોનના ડિવિઝનમાં શરુ કરવામાં આવી છે, જેમાં મુંબઈ, વોલ્ટેયર અને રાયપુર ડિવિઝનનો સમાવેશ થાય છે. આ ડિવિઝનમાં ટીટીઈને બોડી કેમેરાનો ઉપયોગ કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. શરુઆતના તબક્કે પરિણામ બરાબર મળ્યું તો એ સિસ્ટમ દેશભરમાં લાગુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અનેક વખત ટિકિટ ચેકર અને પ્રવાસીઓની વચ્ચે વિવાદ ઊભા થતા હોય છે, જેમાં ક્યારેક હિંસા પણ થતી હોય છે. અમુક સંજોગોમાં તો એફઆઈઆર, કોર્ટ કેસ પણ થતા હોય છે, તેથી વિવાદોના નિરાકરણ માટે આ પ્રકારના બોડી કેમેરા વધુ મદદરુપ બનશે. ટીટીઈ પર થનારા હુમલા અને ગંભીર આરોપોનું પણ નિરાકરણ લાવશે, જ્યારે પારદર્શક કામગીરી થશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો. 

રેલવે લાંબા અંતરની ટ્રેન, રેલવે સ્ટેશનના પરિસરની દેખરેખ રાખવા માટે હાઈટેક ટેક્નલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ઓનલાઈન ટિકિટિંગ, સ્માર્ટ સ્ટેશન પછી હવે બોડી કેમેરા સિસ્ટમ આ દિશામાં સૌથી મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.