- શોભિત દેસાઈ
નથી સમજાતું કાંઈ પણ-ગજબનો દોર ચાલે છે
ને જુઠ્ઠું બોલે છે દર્પણ-ગજબનો દોર ચાલે છે
સૌથી મોટો, મારા વહાલા વાચકો! આ દેશનો સૌથી મોટો પ્રશ્નાર્થ છે ન્યાયપ્રણાલી. જે પ્રકારની શાપિત ન્યાયપ્રણાલી આપણા માથે મરાઈ છે 1947થી એનો અતિ ગોબરો ઈતિહાસ જોઈએ અને આપણી ખાનદાની ન છોડવી હોય તો ન્યાય તંત્ર વધુ યોગ્ય છે. તંત્રમાં જ ભૂતપ્રેત, મેલી વિદ્યા, વશીકરણ, ઈત્યાદીનો ઉપયોગ કરીને એક સીધા સાદા, અઠવાડિયામાં કે વધુમાં વધુ પંદર દિવસમાં ફેંસલો આપીને ફગાવી શકાય એવા કેસ ઓછામાં ઓછા વીસ વરસ અને વધુમાં વધુ 45 વરસ લે છે,અદાલતમાં ભરાઈને કબજે કરેલી સ્પેસ છોડવા માટે દરેક ફાાયફફિક્ષભય માટે. શ્યામ કોટધારીઓ લાખ-બે લાખ- પાંચ લાખ તો લે જ લે. દિલ્હીના આકાઓ સુપ્રીમમાં હાજર થવાના તો Per appearance કરોડની ઉપર. જરા વિચાર તો કરો! કોઈ above average માણસ આ ચંગુલમાં આવ્યો તો એને 10-12 વરસમાં 84 કરોડ લોકોને મફત અપાતું રેશન લેવું જ પડે અને એમાંય કોઈ સર્વોપરી જજ પોતાના romantic ધતિંગો છુપાવવા શરણે જતો રહે ત્યારે તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણેનો ‘આકસ્મિક ધનલાભ’ તો ખરો જ... ઉપરથી નિવૃત્તિમાં ય મોભો બરકરાર રહે અને એંટ વધે એવી જિંદગી.
નિવૃત્તિથી છેક છેલ્લી ક્ષણ સુધી
કર્મ કરવા પ્રેરે એ ઔલાદ દે
અહીં ઔલાદ અભિપ્રેત છે જજની નોકરીને... જજના ઘરમાંથી બનાવટી નહીં પણ સાવ original કડકડતા ભંડાર મળી આવે અને રાત દિવસની રાડારાડથી મગજ ખાઈ જતા શ્વાન અને શ્વાનીઓ આવી તાતી જરૂરના ટાણે સાવ થઈ જાય મૂંગામંતર ત્યારે એક અસફળ દેશ તરીકે આપણા દેશ પર થપ્પો લાગે કે નહીં? ભલેને સામાન્યજનને ભોળપણથી ગળે ઉતારાવડાવો (ખોટું ગુજરાતી, દાવા જેટલું જ...) કે ના ના આ તો બધો દુષ્પ્રચાર છે. તારે તારા બંને રોલ બખૂબીથી નિભાવવામાં પાછી પાની કરવાની નથી. 1) ઘાણીના બળદનો રોલ અને 2) પીલાતી મગફળીનો રોલ. અમે સદા છીએ જ તારી અને તમારી સાથે.(બોલવા પુરતા )
2014ની 26મી મેએ તો ‘ઉજળી મેડી ને ઉજળા ઓરડા, આજ સોનાનો સૂરજ ઉગ્યો આંગણે’ થયું હતું અને HRDને બાદ કરતા કેવી न भूतो न भविष्यति ministry!!! કેવા one-man army વડા પ્રધાન!!! કેવા ભાજપા પ્રમુખ!!! બાકીની વાત તો જવા દો, કેવા નાણાં અને કાયદા પ્રધાન!!! અને નાણાપ્રધાન બહુ જ વહેલા, ન ધારેલા અંત તરફ જવા માંડયા ત્યારે તો કેવા અધધધ નવા નાણાપ્રધાન!!! બે વરસમાં તો બોટમ જોઈ ચૂકેલું શેરબજાર ક્યાંનું ક્યાં પહોંચી ગયું!!! પછી 2019માં તો વધુ તયફતિંથી ભારત દેશે સરકારને મોતીડે વધાવી. પછી બધું બદલાયું. નાણાંના ન સાથે સંબંધિત ન હોય એવા અગાઉના પ્રવકતાના પ ને ખાતું સોંપાયું. એકાદ 2024 પહેલાના બજેટને બાદ કરતાં ભારતીયજન મોઢું વકાસીને પતાસાની એક અણુ જેટલી કટકીની રાહ જોતો જ રહ્યો અને એને હજી કટકી મળશે 2029માં, ઈલેકશનના વર્ષમાં. ટોપ લીડરશીપમાં દૂરંદેશી એટલી ને એટલી જ ઠાંસી ઠાંસીને ભરી છે... પણ વસુધૈવ કુટુમ્બકમને પોષતા વિચારો ફકત દેશ પૂરતું નહીં આખી દુનિયાનું ભલું વિચારે છે. એટલે આ બધુ તો ચાલે અને પાછા બ્રહ્માસ્ત્ર, અગ્નાસ્ત્ર જેવા અનેક, 84 કરોડ લોકોના ભલા માટેનાં અસ્ત્રોથી તો ભરેલું જ છે શસ્ત્રાગાર...
જાન હથેળી પર લઈને જીવવાવાળા જણ છે આપણા વડા પ્રધાન. એક 26મી જાન્યુઆરીએ કારનો દરવાજો ખોલી ઊભા ઊભા ચાલતી ગાડીએ લોકો સાથે હસ્તધૂનન કરતાં જોયા છે મેં એમને. કવિ ‘કલાપી’ની જન્મદિને ખુલ્લી જીપમાં લાઠીમાં લોકો સાથે ભળી જતા મુખ્ય પ્રધાન કે જેના પર મોતનો સૌથી વધુ ખતરો હતો, મેં જોયા છે. મુખ્ય પ્રધાનને મળતી દરેક ભેટ સોગાદો રાજ્યની treasurydp„ deposti કરવાનું વર્ણન મેં એમના સ્વમુખે ગાયકવાડ પેલેસ વડોદરા ખાતે ચિનુ મોદી, આદિલ મન્સુરી અને અન્ય કવિઓ સાથે સૂણ્યું છે. એટલે જ સમજાતું નથી કે આવા બાહોશ, મુત્સદ્દી, કુશળ રાજનીતિજ્ઞ 24 દિવસ સુધી કેમ રાહ જોઈ બેઠા?! યુવાઓને ચોથા કે પાંચમા દિવસે બોલાવીને એટલું જ કહેવાનું હતું કે ‘વાહ! તમારી સંગઠનશક્તિને હું મૂળ સંગઠનનો માણસ હૃદયથી બિરદાવું છું. તમે જે માગશો અને મારા બસમાં હશે, તો એ આપીશ જ એ મારું તમને અભયવચન છે.’ આવું કહ્યું હોત કે આમ થયું હોત તો 2029ની ચૂંટણી ગજવામાં હોત, પ્રવકતાના પ છતાંય.
વેદનું એક અમર વાક્ય આવા અવર્ણનીય અદ્ભુત એકમેવ વ્યક્તિત્વના નેતૃત્વમાં સૌને શબ્દફેર સાથે અર્પણ કરીને વિરમું...
‘ચારે દિશાઓમાંથી સૌને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.’
આજે આટલું જ.
તા.ક. સોશ્યલ મીડિયા પર હમણાં જ, અગાઉના વિલંબને ભૂલાવી દે એવી, આપણા ખૂબ વહાલા મોદી સાહેબની, યુથને ઉદ્દેશીને એક અતિસુંદર વીડિયો ક્લીપ આવી છે. બધા જ બની બેઠેલા, ઘરમાં જેનું કોઈ સાંભળતું નથી એવા સરસંઘચાલકોને તેમ જ જ્યોર્જ સોરોસ અને ‘સીઆઈએ’ના ભારતવર્ષના એજન્ટોને ત્રણ મહિના આંગળી/અંગુઠો મીડીયા પ્લેટફોર્મથી દૂર રાખવાની અરજ કરું છું. મેં આ સલાહ આપી એટલે મારાથી આ વાત શરૂ થાય. વાહિયાત ટીવી મીડિયાને ફગાવીને મોદીસાહેબે આ વાત સોશ્યલ મીડિયા પર કરી એટલે દેશમાંથી વાહિયાતનાબૂદી શરૂ થઇ ગઈ.
જય લોકશાહી, જય વાણી સ્વાતંત્ર્ય,
જય હિન્દ.