Fri May 01 2026

Logo

ભારતીય અને ઇઝરાયલી મીડિયાથી ગભરાયું પાકિસ્તાન! ‘શાંતિ મંત્રણા’ કવરેજ માટે ના આપી એન્ટ્રી

Islamabad   2026-04-11 11:45:00
Author: Vimal Prajapati
Article Image

ઇસ્લામાબાદઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને શાંત કરવા માટે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા બેઠક ચાલી રહી છે. અમેરિકા અને ઈરાને યુદ્ધ વિરામની જાહેરાત કરી તે બાદ અત્યારે ઇસ્લામાબાદમાં બેઠક થઈ રહી છે. આ બેઠક પર દુનિયાની નજર છે. શાંતિ મંત્રણા માટે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ પણ પાકિસ્તાન પહોંચી ગયાં છે. ઇસ્લામાબાદને પણ અત્યારે એક કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચા મળ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મંત્રણા બેઠકનું કવરેજ કરવા માટે ભારત અને ઇઝરાયલના પત્રકાર પર પાકિસ્તાને પ્રતિબંધ મુકી દીધો છે.

પાકિસ્તાને  ભારતી અને ઇઝરાયલી પત્રકાર પર પ્રતિબંધ મુક્યો

ભારત અને ઇઝરાયલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે પાકિસ્તાન પર આંગળી ચીંધવામાં આવી રહી છે. જ્યારે આખી દુનિયા આ બેઠક પર નજર રાખી રહી છે, ત્યારે પાકિસ્તાન દ્વારા તેના પર પ્રતિબંધો લાદવાથી દેશ શંકાના ઘેરામાં આવી ગયો છે. આખરે શા માટે ભારતીય અને ઇઝરાયલી મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તે અંગે પાકિસ્તાને કોઈ કારણો સ્પષ્ટ કર્યા નથી. સ્વાભાવિક છે કે, પાકિસ્તાન કઈ વાત છુપાવી રહ્યું છે. અથવા તો સાચી હકીકત દુનિયા સામે ના આવે તે માટે ભારતીય અને ઇઝરાયલી મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નથી. 

શાંતિ મંત્રણા બેઠકની વાત કરવામાં આવે તો, ઈરાનનું નેતૃત્વ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી કરી રહ્યા છે, જેમની સાથે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ, સુરક્ષા અને આર્થિક વિભાગોનું સંચાલન કરતા અલી અકબર અહમદિયન, અબ્દોલનાસર હેમ્માતી, રાજદ્વારી માજિદ તખ્ત-રવંચી અને સુરક્ષા નિષ્ણાત મોહમ્મદ બાઘર ઝોલઘદર આવ્યાં છે. 

જ્યારે અમેરિકાથી ચાર પ્રતિનિધિઓની ટીમ પાકિસ્તાન પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ કરી રહ્યા છે. તેમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અને જમાઈ જેરેડ કુશનર સાથે સાથે સ્ટીવ વિટકોફ અને લશ્કરી વ્યૂહરચનાકાર વાઇસ એડમિરલ બ્રેડ કૂપર પણ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ તમામ બાબતો વચ્ચે પ્રશ્ન એ છે કે, પાકિસ્તાને ભારતીય અને ઇઝરાયલી મીડિયા પર પ્રતિબંધ કેમ મૂક્યો છે.