Mon Aug 31 2026

Logo

ભારતને વેસ્ટ ઇન્ડિઝે 196 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો

2026-03-01 21:07:00
Author: Ajay Motiwala
ભારતને વેસ્ટ ઇન્ડિઝે 196 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો

કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં ભારત (India) સામે વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન બનાવ્યા હતા અને ભારતને 196 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે.

ભારતની ખરાબ ફીલ્ડિંગ વચ્ચે પાંચ કૅરિબિયન બૅટ્મસેનોએ પચીસથી વધુ રન કર્યા હતા જેમાં રૉસ્ટન ચેઝના 40 રન હાઇએસ્ટ હતા. 

ભારતીય ફીલ્ડરોએ કેટલાક કૅચ છોડ્યા હતા. રૉવમૅન પોવેલ (34 અણનમ, 19 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને જેસન હોલ્ડર (37 અણનમ, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 76 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

ચોથી વિકેટ વખતે સ્કોર 119 રન હતો અને તેમણે ટોટલ 195 સુધી પહોંચાડ્યું હતું. બુમરાહ (Bumrah)ને બે વિકેટ તથા હાર્દિક અને વરુણને એક-એક વિકેટ મળી હતી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને વિકેટ ન મળી. આ ક્વૉર્ટર ફાઇનલ સમાન મૅચ જીતનારી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.