Wed Aug 19 2026

Logo

ભારત-પાકિસ્તાન વચ્ચે વધુ એક ટક્કર થવાની છે, આ વખતે હૉકીમાં...

2026-03-18 22:10:58
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ક્રિકેટમાં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે દોઢ વર્ષમાં ચાર મોટા મુકાબલા થયા (ચારેચાર ભારતે જીત્યા) એને પગલે એ હાઇ-વૉલ્ટેજ ડ્રામામાંથી હવે લોકોનો ઉત્સાહ થોડો ઓસરી ગયો છે જેનું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાનની લૂલી ટીમ સામે ભારત મૅચને વન-સાઇડેડ બનાવી નાખે છે. જોકે હવે બન્ને દેશ વચ્ચે હૉકી (Hockey)માં ટક્કર થવાની છે.

આગામી 15મી ઑગસ્ટે નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમમાં મેન્સ હૉકીનો વર્લ્ડ કપ શરૂ થશે જેમાં ગ્રૂપ `ડી'માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. આ ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ અને વેલ્સનો પણ સમાવેશ છે.છેલ્લે ભારત-પાકિસ્તાન વચ્ચે હૉકીનો મુકાબલો 2024માં ચીનની એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં થયો હતો જેની લીગ મૅચમાં ભારતે 2-1થી વિજય મેળવ્યો હતો.

ભારત માત્ર 1975માં વર્લ્ડ કપ જીત્યું હતું, જ્યારે પાકિસ્તાન પાસે વર્લ્ડ કપના હાઇએસ્ટ ચાર ટાઇટલ છે. જોકે ઑલિમ્પિક્સ હૉકીના સૌથી વધુ આઠ ગોલ્ડ મેડલ ભારત પાસે છે.