Mon Sep 07 2026

Logo

આજે સટ્ટા બજારમાં ભારત કેમ ફેવરિટ છે? જાણો, કઈ ટીમના કેટલા ટકા ચાન્સ અને ઇંગ્લૅન્ડની કેમ ઓછી સંભાવના છે

2026-03-05 18:13:38
Author: Ajay Motiwala
આજે સટ્ટા બજારમાં ભારત કેમ ફેવરિટ છે? જાણો, કઈ ટીમના કેટલા ટકા ચાન્સ અને ઇંગ્લૅન્ડની કેમ ઓછી સંભાવના છે

મુંબઈઃ આજની ટી-20 વર્લ્ડ કપની મેગા સેમિ ફાઇનલ માટે ભારત અને ઇંગ્લૅન્ડ બન્ને ટીમના ખેલાડીઓ ઉત્સાહિત છે, જ્યારે વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકો તથા કરોડો ટીવી તથા ઍપ દર્શકો રોમાંચિત છે ત્યારે બીજી તરફ બેટિંગ-બજાર પણ સક્રિય છે એમ કહી શકાય જેમાં ભારતની ટીમ આજે જીતવા માટે ફેવરિટ (India favourite) છે.

સટ્ટા બજાર હવે અગાઉ જેવું તો સક્રિય નથી લાગી રહ્યું, પરંતુ મળતા સંકેતો પરથી કહી શકાય કે આ મુકાબલો જીતવા માટે ભારતના ચાન્સ વધુ છે.

અલગ-અલગ પ્લૅટફૉર્મ પરથી મળેલા અહેવાલો અનુસાર લીગલ બેટિંગ માર્કેટમાં જ નહીં, પણ (સંકેતો અનુસાર) બાકીના સટ્ટા બજારોમાં પણ ભારતીય ટીમ ઇંગ્લૅન્ડથી ઘણી આગળ છે.

વિજયની ટકાવારીની વાત કરીએ તો બેટિંગ (Betting) માર્કેટમાં ભારતની જીતને 55-60 ટકા સંભાવના મળી છે અને બ્રિટિશ ટીમના જીતવાના ચાન્સ 40-45 ટકા છે. ભારતીય ટીમ શા માટે ફેવરિટ છે એના આ રહ્યા કારણોઃ (1) ભારતીય ટીમ હોમ-ગ્રાઉન્ડ પર રમવાની છે. (2) વાનખેડે સ્ટેડિયમની આબોહવા, પિચ વગેરે બાબતો સૂર્યકુમાર ઍન્ડ કંપનીની તરફેણમાં છે. (3) વાનખેડેમાં 32,000-પ્લસ પ્રેક્ષકોનો સપોર્ટ પણ વર્લ્ડ નંબર-વન ટીમ ઇન્ડિયાની પડખે છે. (4) ભારતીય ટીમ બૅટિંગ માટે જેટલી પાવરફુલ ગણાય છે એવો પર્ફોર્મન્સ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી નથી જોવા મળ્યો, પણ આજે જોવા મળે તો નવાઈ નહીં. ભારતની બૅટિંગમાં છેક આઠમા નંબર સુધી (અક્ષર પટેલ) ડેપ્થ છે. (5) ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં હજી હમણાં સુધી અપરાજિત હતું અને એ સફળતા ટૉપ-ઑર્ડરના સાતત્યતાના અભાવ છતાં મળી હતી. (6) ભારતની સ્પિન ત્રિપુટી (વરુણ, અક્ષર, કુલદીપ) ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોને મુસીબતમાં મૂકી શકે. એમાંથી બે સ્પિનર પણ પૂરી ક્ષમતાથી પર્ફોર્મ કરશે તો વિજય આસાન થઈ જશે.