Fri Sep 04 2026

Logo

કૅનેડાના ખેલાડી કોનૅનો પગ તૂટ્યો, ચાહકોનો સપોર્ટ બદલ સ્ટ્રેચરમાંથી આભાર માન્યો

Vancouver   2026-06-19 17:37:19
Author: Ajay Motiwala
કૅનેડાના ખેલાડી કોનૅનો પગ તૂટ્યો, ચાહકોનો સપોર્ટ બદલ સ્ટ્રેચરમાંથી આભાર માન્યો

AP


વૅનકુવર (કૅનેડા)ઃ 2026ના ફિફા વર્લ્ડ કપને અઠવાડિયું થઈ ગયું અને એમાં ઘણા ખેલાડીઓને નજીવી અથવા ગંભીર ઈજા થઈ છે, પરંતુ કૅનેડાના ઇસ્માયેલ કોનૅને શુક્રવારે કતાર સામેની મૅચમાં સૌથી ગંભીર ઈજા થઈ છે અને એમાં તેને મેદાનની બહાર જતી વખતે સ્ટેડિયમમાંથી અસંખ્ય ચાહકોનો માનસિક ટેકો મળ્યો હતો જેનો તેણે સ્ટ્રેચરમાંથી આભાર માન્યો હતો.

આ મૅચમાં કૅનેડાએ કતારને 6-0થી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. છમાંથી ત્રણ ગોલ જોનથન ડેવિડે કર્યા હતા.

કતારના અસિમ મેડીબોએ બૉલ પર કબજો કરવાની હરીફાઈમાં પગ વચ્ચે નાખીને અને કોનૅને ધક્કો મારીને તેને પાડ્યો હતો. રેફરીએ અસિમને રેડ કાર્ડ બતાવીને મૅચમાંથી કાઢી મૂક્યો હતો અને એ દરમ્યાન કોનૅને સ્ટ્રેચરમાં સૂવડાવીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેનો પગ તૂટ્યો હતો અને ડૉકટરે તેને સર્જરીની સલાહ આપી હતી. કોનૅના પગના બે હાડકા ભાંગી ગયા છે. 

કોનૅને થયેલી ઈજા ફૂટબૉલની રમતમાં ખૂબ ગંભીર મનાય છે. આવી ઈજા પામતા ખેલાડીએ મહિનાઓ સુધી મેદાનથી દૂર રહેવું પડે છે. તેણે સર્જરી કરાવ્યા પછી અમુક સમય બાદ કાખઘોડીએ અથવા વૉકરની મદદથી ચાલવાની પ્રૅક્ટિસ કરવી પડે છે અને 100 ફિટ થતાં તેને ખાસ્સો સમય લાગી જાય છે. તેની પ્રોફેશનલ કારકિર્દીને ઓન વિપરીત અસર થાય છે.

કોનૅની ઈજા બાદ તેના સ્થાને સૅલિબાને મેદાન પર ઉતારવામાં આવ્યો હતો અને તેણે થોડી જ વારમાં ગોલ કરીને કૅનેડાની સરસાઈ વધારી હતી.