બટલરની આઠ સિક્સર સાથે સેન્ચુરી, બ્રૂકના આઠ છગ્ગા સાથે અણનમ 95: હવે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે વન-ડે સિરીઝ રમાશે
સધમ્પ્ટનઃ ટી-20 સિરીઝની પાંચમી અને અંતિમ મૅચમાં શનિવારે ભારતને મોટી મુસીબતમાં મૂકીને છેવટે પરાજિત કરાવવા માટે ઇંગ્લૅન્ડના વિકેટકીપર જૉસ બટલર (131 રન, 64 બૉલ, આઠ સિક્સર, બાર ફોર) અને કૅપ્ટન હૅરી બ્રૂક (95 અણનમ, 45 બૉલ, આઠ સિક્સર, ચાર ફોર) વચ્ચેની બીજી વિકેટની 233 રનની વિક્રમજનક ભાગીદારી જવાબદાર હતી. ભારત (India) પાંચમી મેચ પણ હારી ગયું. 0-4ના વાઈટવૉશ સાથે ભારતે નંબર વનની રેન્ક (Rank) પણ ગુમાવી દીધી છે.
બ્રિટિશ ટીમે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ત્રણ વિકેટે 257 રન બનાવીને ભારતને 258 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે આઠ વિકેટે 201 રન કર્યા અને 56 રનથી હાર જોવી પડી.
આ પાંચમા મુકાબલા પહેલાં જ નક્કી થયું હતું જો ભારત આ મૅચ પણ હારશે તો 0-4ના વાઇટવૉશ સાથે ટી-20માં વર્લ્ડ નંબર-વનની રૅન્ક ગુમાવી દેશે અને ઇંગ્લૅન્ડ સર્વોપરિ થઈ જશે. ખરેખર એવું જ બન્યું. ભારતનો 0-4થી પરાજય થયો અને સૂર્યકુમાર યાદવના સુકાનમાં ઘણા સમયથી સાચવી રાખેલી વર્લ્ડ નંબર-વનની રૅન્ક ભારતે શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં ગુમાવી દીધી.
દરમ્યાન, ઇંગ્લૅન્ડે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 257 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સમાં શિવમ દુબેએ બાવીસ રનમાં બે વિકેટ અને 38 રનમાં એક વિકેટ લીધી હતી. સ્પિનર અક્ષર પટેલને 63 રનમાં અને પેસ બોલર પ્રિન્સ યાદવને 60 રનમાં વિકેટ નહોતી મળી.
વૈભવના સ્થાને સૅમસન, પણ ફરી ફ્લૉપ ગયો
ઇંગ્લૅન્ડે છેલ્લી ટી-20માં ભારતને 258 રનનો જે તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે એના બોજ તળે દબાઈ ગયેલી ટીમ ઇન્ડિયાએ પંચાવન રનમાં પહેલી બે વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા ફક્ત ત્રણ રન બનાવીને જોફ્રા આર્ચરને વિકેટ આપી બેઠો ત્યાર બાદ સંજુ સૅમસને 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા બાદ સૅમ કરૅનના બૉલમાં વિકેટ ગુમાવી હતી. વૈભવ સૂર્યવંશીના સ્થાને સૅમસનને ફરી ટીમમાં સ્થાન અપાયું, પણ તે લાંબી ઇનિંગ્સ ન રમી શક્યો. ટૂંકમાં, ભારતનો ટૉપ-ઑર્ડર ફરી ધાર્યા જેવું પર્ફોર્મ ન કરી શક્યો. ઇશાન કિશન (56 રન) અને કૅપ્ટન શ્રેયસ ઐયર (28 રન) અનુક્રમે આદિલ રાશીદ અને લિઆમ ડૉસનને વિકેટ આપી બેઠા હતા.