Mon Jul 27 2026

Logo

વૈભવ સૂર્યવંશી સળંગ ત્રીજી મેચમાં નિષ્ફળ, ત્રણ મેચમાં 13,14,15.......ઇંગ્લૅન્ડના ક્યા બોલરે શોધી કાઢી નબળાઈ ?

2026-07-10 09:37:00
Author: Mayur Patel
Article Image

બ્રિસ્ટલ: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટી-20 સિરીઝનો ચોથો મુકાબલો બ્રિસ્ટલમાં રમાયો હતો. મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઑવરમાં 7 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા.  ઇંગ્લૅન્ડે 13.1 ઑવરમાં 1 વિકેટે 159 રન બનાવી મુકાબલાની સાથે સીરિઝ પણ જીતી હતી. ભારતનો યુવા વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશી સળંગ ત્રીજી મેચમાં નિષ્ફળ ગયો હતો. તેણે ત્રણ મેચમાં 13,14, 15 રનનો જ સ્કોર કર્યો છે. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે તેની નબળાઈ શોધી કાઢી છે.

બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી ટી20માં વૈભવ સૂર્યવંશી ફરી એક વખત શૉર્ટ બોલ સામે સંઘર્ષ કરતો નજરે પડ્યો હતો. 15 વર્ષના વૈભવને  ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે તેની આ નબળાઈને નિશાન બનાવી હતી. આ પહેલા પણ સૂર્યવંશીની આ નબળી કડી સામે આવી હતી.

ભારતનો સ્કોર 23 રન હતો ત્યારે ઈનિંગની ત્રીજી ઑવરના ચોથો બોલ આર્ચરે ઑફ સ્ટંપ બહાર બેક ઑફ લેંથ ફેંક્યો હતો. વૈભવને આ લાઈનના બૉલ પર મોટો શૉટ રમવાની કોશિશ કરી હતી. બૉલ અને બેટનો  યોગ્ય રીતે સંપર્ક થયો નહોતો અને મિડ ઑન પર સેમ કરનને આસાન કેચ આપી બેઠો હતો. વૈભવ સૂર્યવંશીએ 10 બૉલમાં 15 રન બનાવ્યા હતા. ઈનિંગમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો માર્યો હતો. તેને સ્ટ્રાઈક રેટ 150નો હતો છતાં તે સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યો નહોતો.

 

આ ટી20 સીરિઝમાં વૈભવ સૂર્યવંશી વારંવાર શૉર્ટ અને બેક ઑફ લેંથ બોલ સામે સંઘર્ષ કરતો નજરે પડ્યો છે. ઇંગ્લૅન્ડના બોલર સતત તેની આ નબળાઈને નિશાન બનાવી રહ્યા છે. ચોથા મુકાબલમાં પણ આર્ચરે આ રણનીતિ અપનાવીને વૈભવેને આઉટ કર્યો હતો. 

આ પહેલા નૉટિંઘમ ટી20માં પણ વૈભવ સૂર્યવંશીને જોફ્રા આર્ચરે શૉર્ટ બોલ પર 13 રન પર આઉટ કર્યો હતો. નૉટિંઘમ ટી0માં આર્ચરે બીજી ઓવરનો ચોથો બોલ 145 કિમી પ્રતિ કલાકની ઝડપે લેગ સ્ટંપની લાઈન પર શૉર્ટ બોલ ફેંક્યો હતો. વૈભવે હુક શૉટ રમવાની કોશિશ કરી હતી પરંતુ બૉલની સ્પીડ વધારે હોવાથી પૂરતો મોકો મળ્યો નહોતો અને વિકેટકિપરના હાથે કેચ આઉટ થયો હતો.