વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાની સાથે જ ભારતની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફી ભરીને પસાર થતાં જહાજની નાકાબંધીની જાહેરાત કરી છે. જેના લીધે જો ઈરાન મિત્રતાના નાતે પણ ભારતીય જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેશે તો આ જહાજને યુએસ નેવી અટકાવી શકે છે.
ઇરાન તેના વચનથી ફરી ગયું
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના નેતૃત્વમાં ઇસ્લામાબાદમાં 20 કલાકની મેરેથોન બેઠક થઈ. આ ચર્ચાઓ સારી રહી. જોકે, ઈરાન - જેણે અગાઉ હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવાનું વચન આપ્યું હતું. હવે તેના વચનથી ફરી રહ્યું છે.

યુએસ નેવી તાત્કાલિક અસરથી આ જળમાર્ગની નાકાબંધી શરૂ કરી રહી
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સ્થિતીમાં વિશ્વના શ્રેષ્ઠ નૌકાદળ યુએસ નેવી તાત્કાલિક અસરથી આ જળમાર્ગની નાકાબંધી શરૂ કરી રહી છે. ઈરાન દાવો કરે છે કે સમુદ્રમાં માઇન નાખવામાં આવી છે. આ એક ઘૃણાસ્પદ કૃત્ય જે વિશ્વને બ્લેકમેલ કરવા માટે છે. ટ્રમ્પે કડક ચેતવણી આપી છે યુએસ નેવી ઈરાનને ગેરકાયદે ટોલ ચૂકવ્યો છે તેવા જહાજને આંતરરાષ્ટ્રીય પાણીમાં અટકાવશે. તેથી કોઈપણ જહાજ ટોલ ચૂકવીને નીકળશે તો તેને અટકાવવામાં આવશે.